હેડલાઈન @ 11 AM

November 8, 2019 110

Description

મહા વાવાઝોડાની અસરથી આજે પણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ.. વલસાડ, અરવલ્લી સહિતનાં જીલ્લાઓમાં વરસાદ.. હજુ 24 કલાક વરસાદની આગાહી..

માવઠાની અસરથી ખેડૂતો બેહાલ.. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાથી પાકને ભારે નુક્સાન

રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડની આજથી શરૂઆત.. કપાસ વેચવા ખેડૂતોની ભીડ.. ભાવમાં મણે રૂ.40 થી 50નો ઘટાડો થતાં ખેડૂતો મુશ્કેલીમાં

1 નવેમ્બરથી લાગુ થયેલા નવા નિયમ બાદ અમદાવાદમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા દંડાયા… પોલીસે રૂ.4.23 લાખનો દંડ વસૂલ્યો

જમ્મુ કાશ્મીરમાં ફરી પાક.ની નાપાક હરકત.. કૃષ્ણા ઘાટીમાં પાકિસ્તાને કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન.. ફાયરિંગમાં 1 જવાન શહીદ.. (201)

મહારાષ્ટ્રનું ગુંચવાતું કોકડું.. ભાજપ કહે છે કે મુખ્યમંત્રી ગઠબંધનનો હશે.. શિવસેના પોતાની વાત પર અડગ.. મોડી રાત્રે આદિત્ય ઠાકરેએ ધારાસભ્યો સાથે કરી વાત

CJI રંજન ગોગોઈ ઉત્તરપ્રદેશના અધિકારીઓને મળશે…અયોધ્યા પર સંભવિત ચુકાદા સંદર્ભે સજ્જતા અંગે મુલાકાત..

નોટબંધીને આજે ત્રણ વર્ષ થયા પૂર્ણ.. સરકારે કહ્યું નોટબંધી બાદ 99 ટકાથી વધુ નોટો આવી ગઇ હતી પરત..

આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનું રેટિંગ ફરી ઘટાડ્યું.. ભારતનું રેટિંગ સ્થિરથી કર્યું નેગેટિવ.. આર્થિક મંદીનાં સંકેત વધુ મજબૂત..

આજે છે દેવઉઠી અગિયારસ.. આજે ઉપવાસ..અને ભક્તિનો મહિમા.. સાથે જ, મંદિરોમાં થશે આજે તુલસી વિવાહ

લીલી પરિક્રમા કરવા આવતા યાત્રિકો માટે ખુશીના સમાચાર..મહા વાવાઝોડાનું સંકટ ટળતા મધરાત્રીથી શરૂ થઇ પરિક્રમા.. 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓનો ભવનાથમાં પડાવ..

Tags:

Leave Comments