હેડલાઈન @ 11.30 PM

January 18, 2019 650

Description

માર્ચમાં લોકસભા ચૂંટણીની થઇ શકે છે જાહેરાત..3 જુને પૂર્ણ થાય છે વર્તમાન લોકસભાનો કાર્યકાળ..આંધ્ર, ઓડિસા,જમ્મુ-કાશ્મિરમાં પણ યોજાઇ શકે છે વિધાનસભાની ચૂંટણી

નવીમી વાયબ્રન્ટ સમિટનો વડાપ્રધાન મોદીના હસ્તે પ્રારંભ..કહ્યું ભારતમાં છેલ્લા 4 વર્ષમાં વેપાર વધ્યો..ડુઇંગ બિઝનેસમાં 50માં ક્રમે આવવું છે….

વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતમા વિદેશી રોકાણની વર્ષા…માત્ર એક કલાકમાં 80 હજાર કરોડ રોકાણની જાહેરાત…અદાણી ગ્રુપ 55 હજાર કરોડનું કરશે રોકાણ…

અયોધ્યામાં રામમંદિર મુદ્દે RSSનાં નિવેદન પર વિવાદ.. ભૈય્યાજી જોશીએ કહ્યું 2025માં બનશે રામમંદિર.. વિવાદ વકરતાં કરી સ્પષ્ટતા.. 2025માં પુરું થશે નિર્માણકાર્ય..

વિદેશની જેમ ગુજરાતમાં માંડવી,દ્વારકા,પોરબંદર અને વેરાવળમાં ક્રૂઝ સર્વિસ થશે શરૂ..800 કરોડના ખર્ચે ક્રુઝ સર્વિસ શરૂ કરવા માટે થયા કરાર

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં મંદિરમાં કરી મહંતની હત્યા.. આરતી સમયે જ હત્યા કરી ચાંદીના મુગટ, છતર, માળા સહિત 16,600ની ચલાવી લૂંટ..

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પરિવારે દિકરીના મૃતદેહની 11 દિવસથી નથી કરી અંતિમવિધી.. દિકરી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીઓની ધરપકડ કરવાની પરિવારજનોની માગ

પાટનગર ગાંધીનગરના દહેગામમાં કોલ્ડ સ્ટોરેજમાં ગેસ ટેન્કમાં બ્લાસ્ટથી 4 લોકોના મોત….જય અંબે હિમઘર કોલ્ડ સ્ટોરેજમાં સમારકામમાં બની દુર્ઘટના…

ઓસ્ટ્રેલીયાના મેલબોર્નમાં ટેસ્ટ બાદ વન-ડેમાં પણ ભારતે રચ્યો ઇતિહાસ.. 3મેચની સિરીઝમાં 2-1 ઓસ્ટ્રેલિયાને પછડાટ… ધોની અને કેદાર જાદવ મેચના હિરો

Leave Comments