હેડલાઈન @ 11.00 PM

July 11, 2019 395

Description

અમિત જેઠવા મર્ડરમાં CBI કોર્ટે BJPના પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહિત સાત દોષિતોને આજીવન કેદની સજા ફટકારી.. 15 લાખ સુધી દંડ…

દલિતકાંડ બાદ ઉના ફરી વિવાદમાં… 35 વર્ષના યુવકની નિર્મમ હત્યા… માથાના ભાગે પથ્થર વડે કરાયો હુમલો… હત્યા બાદ લાશને 200 મીટર ઢસડી…

રાજકોટમાં એક સાથે 2 પોલીસકર્મીઓનો આપઘાત.. એક ASI અને એક કોન્સ્ટેબલે આપઘાત કરતા ચકચાર.. કારણ હજુ અકબંધ.. 

રાજકોટ પોલીસે એસિડ એટેકના આરોપીની કરી ધરપકડ.. પ્રીતેશે તેની પૂર્વ પત્ની માયાબેન પર એસિડ ફેંક્યું હોવાનો આરોપ.. પૂર્વ પતિની ધરપકડ..

ગાંધીના ગુજરાતમાં વધુ 20 હોટેલ્સને દારૂ વેચવાનો પરવાનો… 2 વર્ષમાં સરકારને થશે 13.46 કરોડની થશે આવક…

ખેડૂત દેવામાફી બિનસરકારી બિલ બહુમતિથી ફગાવાયું…કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ કર્યું હતું દેવામાફી બિલ રજૂ …

કૌભાંડી મેહુલ ચોક્સી સામે ઇડીની મોટી કાર્યવાહી.. દુબઇમાં મેહુલ ચોક્સીની 24 કરોડની ત્રણ સંપત્તિઓ કરવામાં આવી જપ્ત..

ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટમાંથી સન્યાસ લે તેવી ચર્ચાઓ વચ્ચે ભાજપનાં નેતા સંજય પાસવાનનો દાવો.. ધોની સાથે ભાજપમાં જોડાવવા અંગે ચાલી રહી છે વાતચીત..

Leave Comments