હેડલાઈન @ 10PM

October 28, 2020 185

Description

રાજ્ય સરકારે વીજ દરમાં પ્રતિ યુનેટ 19 પૈસાનો કર્યો ઘટાડો.. 1.40 કરોડ ધારકોને થશે ફાયદો.. તો કોંગ્રેસે કહ્યું પેટાચૂંટણીમાં જીત માટેના હવાતિયા..

ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું હવે કોંગ્રેસમાંથી કોઈ ધારાસભ્ય ભાજપમાં નહીં આવે, ત્યારે રૂપાણીએ કહ્યું કે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે..

31 ઓક્ટોબરથી શરૂ થતી સીપ્લેન સેવા નું ભાડું થયું જાહેર.. બંને તરફનું ભાડું 3000 રૂપિયા.. 30 ઓક્ટોબરથી જ શરુ થશે ઓનલાઈન બુકિંગ..

ગુજરાતમાં કોરોનાના નવા 980 કેસ, 6 મોત, 1107 સાજા થયા.. સુરતમાં સૌથી વધુ સુરતમાં 227 કેસ, 2નાં મોત.. તો અમદાવાદમાં 186 કેસ, 3નાં મોત..

બિહારમાં પ્રથમ તબક્કાની 71 બેઠકો પર વોટિંગ… મતદાન પર કોરાનાની અસર વર્તાઈ નહીં… સાંજે 6 વાગ્યા સુધીમાં 53.54% વોટિંગ…

ચીને અમેરિકાની ઈન્ડો-પેસિફિક નીતિને શીતયુદ્ધની રણનીતિમાં ધકેલનારી ગણાવી… ભારત સાથેના એલએસી પરના તણાવને ગણાવ્યો દ્વિપક્ષીય મુદ્દો..

Leave Comments