હેડલાઈન @ 10 PM

June 29, 2020 1370

Description

કોરોનાની દવા બનાવવાની દિશામાં ભારતનું મોટું પગલું.. કોરોનાની દવાનાં માનવીય પરીક્ષણ માટે ભારત બાયોટેકને મળી મંજૂરી.. જુલાઇમાં શરૂ થશે પરીક્ષણ

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય.. કેન્દ્ર સરકારે ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ પર મૂક્યો પ્રતિબંધ.. એલએસી પર તણાવને જોતા નિર્ણય

ભારત-ચીન વચ્ચે આવતીકાલે ત્રીજી કમાંડર લેવલની બેઠક… ચૂશુલમાં મળશે બેઠક.. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત લાવવા પ્રયાસ..

ગુજરાતમાં 24 કલાકમાં 626 નવા કેસ.. 19 લોકોનાં મોત.. ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 32 હજાર 23, મૃત્યુઆંક 1828

દેશભરમાં સંક્રમિતો સંખ્યા 5.50 લાખને પાર.. હવે માત્ર ત્રણ દિવસમાં નોંધાઇ રહ્યાં છે 50 હજાર કેસ.. મહારાષ્ટ્રમાં 31 જુલાઇ સુધી લોકડાઉન..

ઈંધણના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસના રાજ્યભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન… અમદાવાદમાં ઉગ્ર દેખાવો વચ્ચે ચાવડાની અટકાયત… રાજકોટમાં પણ ઘર્ષણ…

Leave Comments