હેડલાઈન @ 10 PM

August 18, 2019 665

Description

રક્ષામંત્રી રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી..કહ્યું પાકિસ્તાન આતંકવાદ બંધ કરે…હવે વાતચીત થશે તો માત્ર POK પર જ..

ખાવા અન્ન નથી પણ સીઝફાયર તોડતું પાકિસ્તાન. જમ્મુ કાશ્મીરમાં રાજૌરીના સુંદરબની સેક્ટરમાં કર્યું ફાયરિંગ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ.

દિલ્હીના ભાજપ સાંસદ હંસરાજ હંસે કહ્યું JNUનું નામ બદલીને MNU થવુ જોઈએ…કોંગ્રેસે હંસરાજને યાદ અપાવ્યો  ઈતિહાસ

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની તબિયત ગંભીર.. દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા.. સારા સ્વાસ્થ્ય માટે દવા સાથે દુઆ..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુતાન પ્રવાસેથી સ્વદેશ પરત ફર્યા…ભૂતાનના યુવા વૈજ્ઞાનિકોને સેટેલાઈટ બનાવવા ભારત આવવા મોદીનું આમંત્રણ

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીનું નિવેદન…કહ્યું અધિકારીઓ આઠ દિવસમાં ફરિયાદ ન ઉકેલે તો લોકો તેમની ધોલાઈ કરો…

દિલ્હી સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ..ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી મહિલાનું મોત…ભૂસ્ખલનથી રોડ બ્લોક..ઘર ફેરવાયા તળાવમાં…

આતંકી હુમલાના એલર્ટને લઇને ગુજરાતમાં ચુસ્ત બંદોબસ્ત..બનાસકાંઠાની અમીરગઢ, અરવલ્લીની રતનપુર બોર્ડર પર કડક સુરક્ષા..

વરસાદ બાદ અમદાવાદમાં વકર્યો રોગચાળો. તાવના 10 હજાર, શરદી – ખાંસીના 15 હજાર, સાદા મેલેરિયાના 119, ડેન્ગ્યુના 10, કમળાના 58 અને ટાઈફોઈડના 65 કેસ નોંધાયા

સુરતના ઓલપાડમાં બરબોધન સેવા સહકારી મંડળીના ગોડાઉનમાં આગ..ડાંગરની 5 હજાર બોરી બળીને ખાખ, અઢી કરોડના નુકસાનની આશંકા..ખેડૂતો ચિંતામાં

Leave Comments