હેડલાઈન @ 10 PM

May 15, 2019 245

Description

ફરી વનરાજાના વેરી થયા સક્રિય…લાઠી રેન્જના લુવારિયામાં બાઇક પાછળ મારણ બાંધી સિંહની પજવણીનો વીડિયો વાયરલ…મુખ્ય વન સંરક્ષકે આપ્યા તપાસના આદેશ

સરપ્રાઇઝ ચેકિંગમાં ખુલી સુરતના મોલમાં સુરક્ષાની પોલ…હથિયારો હોવા છતા વગર ચેકિંગ અધિકારીઓને મોલમાં પ્રવેશ..મોલની સિક્યુરિટી એજન્સીઓને અપાઇ નોટિસ

ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં થશે વરસાદનું આગમન…6 જૂને કેરળમાં સત્તાવાર ચોમાસાની થશે શરૂઆત..2 દિવસ હળવા વરસાદની પણ આગાહી…

ખાતર કૌભાંડ મામલે BJP – કોંગ્રેસ આમને સામને…આર.સી. ફળદુએ કહ્યુ, ભેજથી વજન ઓછું આવ્યું..તો મનીષ દોશીએ કહ્યુ, ભાજપ કૌભાંડમાં ગળાડૂબ…

જાતિવાદના ઝેર પર ઉકળતી રાજનીતિ..કોંગ્રેસ રાજ્યપાલને આદેવનપત્ર આપી કહ્યું આવી ઘટનાઓને ભાજપનું સમર્થન..ભાજપે કહ્યું સરકાર સુરક્ષા માટે કટિબદ્ધ

હિંસાબા પગલે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની કાર્યવાહી.એક દિવસ વહેલા આવતીકાલથી જ થશે પ્રચાર બંધ. પશ્ચિમ બંગાળ ગૃહ સચિવને હટાવાયા.

બિહારના પાલીગંજમાં PMનો હુંકાર. કહ્યુ બિહારમાં ચૂંટણી પ્રચારની છેલ્લી સભા. હવે ફરી પ્રધાનમંત્રી બનીને આવીશ.

Tags:

Leave Comments