હેડલાઈન @ 10 PM

March 14, 2019 380

Description

મુંબઇમાં સીએસટી સ્ટેશન પરનો ફૂટઓવર બ્રીજ ધરાશાયી..5 લોકોના મોત…અનેક લોકો દટાયા હોવાની આશંકા..34થી વધુ ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

વલ્લભ ધારવિયાના રાજીનામા બાદ જામનગર ગ્રામ્ય બેઠકની પેટા ચૂંટણી જાહેર..23 એપ્રિલે લોકસભા સાથે કુલ 5 વિધાનસભા બેઠક પર યોજાશે પેટાચૂંટણી..

દેશમાં ત્રણ પક્ષપલટા.. કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ટોમ વડક્કન ભાજપમાં જોડાયા.. ટીએમસીનાં અર્જૂનસિંહ પણ ભાજપમાં.. ગુજરાતમાં હનુ ધોરાજીયા ભાજપમાં જોડાયા

લોકસભા પહેલા ફરી મહેન્દ્રસિંહ વાઘેલા જોડાઇ શકે છે ભાજપમાં.. અગાઉ ભાજપમાં જોડાઇ ગણતરીના દિવસોમાં આપ્યું હતું રાજીનામું..

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારને લઇને ભાજપની ફાઇનલ કવાયત…પ્રથમ દિવસે 8 લોકસભા બેઠકોની લીધી સેન્સ..હજુ બે દિવસ ચાલશે મંથન…

આવતીકાલે દિલ્હીમાં મળશે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક..તો ઉમેદવારોની પસંદગી અંગે પ્રદેશ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ અને રાજીવ સાતવ સાથે કરશે ચર્ચા

પ્રિયંકા- રાહુલ ગાંધી ફરી ગુજરાત આવી કરશે ઝંઝાવાતી પ્રચાર… ચાર ઝોનમાં બે – બે સભાઓ માટે તૈયારીઓ શરુ..

જયંતિ ભાનુશાળી હત્યા કેસનો મુખ્ય આરોપી છબીલ પટેલની ધરપકડ..અમેરિકાથી પરત ફરતા એરપોર્ટ પરથી કરી અટકાય..અંગતકારણોસર છબીલ પટેલે કરાવી હત્યા

 

Leave Comments