હેડલાઈન @ 10 AM

February 22, 2019 425

Description

પાણી નહીં આપવાના ભારતના નિર્ણય પર બૌખલાયું નાપાક. સિંધુ જળ આયોગના ઉપપ્રમુખે પણ કરી ઇમરાન જેવી ડંફાસ. કહ્યું, ભારત પાસે નથી અમારૂ પાણી રોકવાની ક્ષમતા.

કાશ્મીરના શોપોરમાં વારપોરા ગામમાં આતંકીઓ સાથે અથડામણ.બેથી ત્રણ આતંકીઓને ઘેર્યા, એક આતંકી ઠાર. કલમ 144 લાગૂ. ઇન્ટરનેટ સેવાઓ બંધ.

ભારતની સખત કાર્યવાહીથી ડરેલા નાપાકે આતંકી હાફિઝના સંગઠન જમાત-ઉદ-દાવા પર લગાવ્યો બૅન…  આર્મી ચીફ સાથે બેઠક બાદ ઇમરાન ખાને પાકિસ્તાન સેનાને તૈયાર રહેવા કહ્યું.

ભારતીય સેનાના ભયથી POK મેનેજમેન્ટ હરકતમાં. LOC નજીકના 40 ગામોને કરાયા ખાલી. 127ગામોમાં એલર્ટ. મસૂદને પણ બહાવલપુર હેડક્વાર્ટરથી સુરક્ષીત સ્થળે હટાવાયો.

જૈશએ અબુ બકરને બનાવ્યો કાશ્મીરનો નવો કમાન્ડર… બકર કરી રહ્યો છે ઘુષણખોરીનો પ્રયાસ… IED એક્સપર્ટ બકરે અફઘાની આતંકીઓ સાથે લીધી છે ટ્રેઇનિંગ.

પાકિસ્તાનમાં થતી ફ્રૂટની નિકાસ બંધ કરવાનો ગુજરાત વેજીટેબલ એસોસિએશનનો નિર્ણય.. પાકિસ્તાનને રૂ.400 કરોડનું થશે નુકસાન..

વિવિધ માંગણીઓને લઇને STના હજારો કર્માચારીઓની હડતાળનો બીજો દિવસ… ખાનગી બસનો કરાશે ઉપયોગ નહીં ઝૂકે સરકાર… જિલ્લા કલેક્ટર્સ અને પોલીસને વ્યવસ્થા સાચવવા આદેશ.

પડતર પ્રશ્નોને લઇ રાજ્યના સવા બે લાખ પ્રાથમિકના શિક્ષકોની હડતાલ. 10 હજાર  વિધાનસભાનો ઘેરાવ કરવા નિકળેલા શિક્ષકોની અટકાયત.શિક્ષણમંત્રીએ કરી ધીરજ રાખવા અપીલ.

Tags:

Leave Comments