હેડલાઈન @ 10 AM

February 11, 2019 410

Description

જમ્મુ કાશ્મીરના ઉરી સ્થિત સેનાના કેમ્પ પાસે ફાયરિંગ.. કેમ્પ પાસે 3થી 4 સંદિગ્ધ લોકો જોવા મળ્યા.. 2016માં આજ કેમ્પ પર થયું હતુ ફાયરિંગ..

હિમયુગથી રાજ્યમાં ઠંડીનો કહેર..5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડુગાર..વેર્સ્ટન ડિસ્ટર્બન્સના કારણ હજુ પડશે હાડ થીજવતી ઠંડી

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લુનો ફુંફાડો..રાજકોટ અને જામનગરમાં વધુ 2ના મોત..અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂથી 57ના મોત..

રાજ્યભરમાં પ્રાથમિક શાળાના શિક્ષકોના ધરણાં.. પડતર માગને લઈને શિક્ષકોના ધરણાં.. શિક્ષકો ક્લેક્ટરને આપશે આવેદનપત્ર..

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને મજબુત કરવા પ્રિયંકા ગાંધી ઉતર્યા મેદાને…મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધી પ્રથમ વખત લખનઉ રોડ શો કરશે…

રાફેલ પર આજે કેગ રાષ્ટ્રપતિ અને સરકારને રજૂ કરશે રિપોર્ટ.. સિબ્બલે કહ્યું રિપોર્ટ રજૂ કરવામાં પણ ગોટાળો..

રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલન હિંસક.. પથ્થરમારો, આગજની અને ખાનગી ગોળીબાર.. ગેહલોત સરકારને રેલવે ટ્રેક પર આવી વાત કરવા અલ્ટિમેટમ..

આણંદની સબજેલમાંથી કાચાકામનો આરોપી જેલરને ચકમો આપી થયો ફરાર.. ગત રાતથી ફરાર આરોપીને શોધવા પોલીસના હવાતિયા..

Leave Comments