હેડલાઈન @ 10 AM

October 15, 2020 1070

Description

આજે ગઢડા બેઠક પરથી મોહન સોલંકી… કરજણ બેઠક પરથી કિરીટસિંહ જાડેજા કોંગ્રેસમાંથી નોંધાવશે ઉમેદવારી…. તો ભાજપમાંથી બ્રિજેશ મેરજા મોરબી બેઠક માટે ભરશે ફોર્મ…

સાત મહિના બાદ દેશભરમાં આજથી મલ્ટીપ્લેક્સ, સિનેમા હોલ અને બાગ-બગીચા શરૂ… ગુજરાતમાં શુક્રવારથી ખુલશે સિંગલ સ્ક્રીન.. મોટી સ્ક્રીન પર ગુજરાતી ફિલ્મો જ જોવા મળશે..

તહેવાર આવતાં જ વેપારીઓ થયા સક્રીય… માંગ ન હોવા છતાં સીંગતેલના ભાવમાં પ્રતિ ડબે રૂપિયા 25નો વધારો… એક ડબાનો ભાવ રૂપિયા 2185એ પહોંચ્યો..

દેશને અટલ ટનલની ભેટ આપ્યા બાદ હવે જમ્મુ-કાશ્મીરની જોજિલા સુરંગનો વારો… પહેલો બ્લાસ્ટ કરીને આજે નિર્માણ કાર્ય શરૂ કરશે રાજનાથસિંહ…

દેશના અનેક રાજ્યોમાં વરસાદથી હાહાકાર… હૈદરાબાદમાં મેઘતાંડવ… કર્ણાટક-મહારાષ્ટ્રમાં NDRFએ સંભાળ્યો મોર્ચો… ગુજરાતમાં પણ વરસાદની આગાહી…

યુરોપમાં કોરોનાની બીજી લહેરનો કહેર… ફ્રાન્સના 8 શહેરમાં કર્ફ્યૂ… હેલ્થ ઈમરજન્સીની જાહેરાત… બ્રિટન અને જર્મનીમાં પણ સ્થિતિ ગંભીર..

Leave Comments