હેડલાઈન @ 10 AM

October 13, 2020 2495

Description

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝાટકો… પ્રવક્તા કૈલાસ ગઢવીએ પક્ષમાં અવગણના થતી હોવાના આક્ષેપ સાથે આપ્યુ રાજૂનામું…

કોંગ્રેસે આઠમાંથી પાંચ બેઠક માટે ઉમેદવારો કર્યા જાહેર… આજે લિંબડી, ડાંગ અને કપરાડા બેઠક પરથી ઉમેદવારોના નામ થઈ શકે છે જાહેર…

આજે 3 બેઠક પરથી ભાજપના ઉમેદવારો ભરશે ફોર્મ… ધારી, અબડાસા અને કરજણ બેઠક પરથી ભરાશે ઉમેદવારીપત્ર…

રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના બે જૂથ વચ્ચેની લડાઈમાં કોંગ્રેસ ફાવ્યું… નરેન્દ્રસિંહ જાડેજાની ચેરમેન તરીકે વરણી…

બનાસકાંઠાના વાવમાં જેટકો કંપની સામે વિરોધ… નોટિસ આપ્યા વગર ઉભા પાકમાં મશીન ચલાવતા ખેડૂતોમાં ભારે રોષ…

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઈમરાન વિરૂદ્ધ દેખાવો… મોટી સંખ્યામાં પ્રદર્શનકર્તાઓએ સરકાર સામે ઠાલવ્યો રોષ…

Leave Comments