હેડલાઈન @ 10 AM

September 24, 2020 950

Description

ચીન સાથે તણાવ વચ્ચે આજે સરહદ નજીક 43 બ્રિજનું ઉદઘાટન… રક્ષામંત્રી રાજનાથસિંહ કરશે ઉદઘાટન મોટાભાગના બ્રિજથી ભારતીય સેનાને થશે લાભ

ડ્રગ્સ કેસમાં આજે રકુલપ્રીત અને સિમોન ખંભાટાની પુછપરછ કરશે એનસીબી…દિપીકા પાદુકોણની પુછપરછ આવતીકાલે કરશે એનસીબી..

દેશમાં કોરોનાનો આંક 57 લાખને પાર.. 24 કલાકમાં નવા 86, 508 કેસ.. 1129 મોત..દેશમાં કોરોનાના કુલ કેસ 57. 32 લાખ.. કુલ મોત 91, 149…

ભાવનગરમાં છેલ્લા 4 દિવસથી રેમડેસિવિર ઈન્જેક્શનની અછતથી દર્દી પરેશાન… શહેરની 10થી વધુ ખાનગી હોસ્પિટલ્સમાં ઈન્જેક્શનની વર્તાય છે અછત..

સૌરાષ્ટ્રના યાર્ડમાં મગફળીની આવક વધતાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો… સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂપિયા 20નો ઘટાડો

ઘરાકીના અભાવે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો… 3 દિવસમાં ચાંદી રૂપિયા 7000 અને સોનું રૂપિયા 1750 ઘટ્યું..

Leave Comments