હેડલાઈન @ 10 AM

February 14, 2020 560

Description

બિન અનામત આંદોલનકારીઓને માગને લઇને આજે મહત્વની બેઠક.. સીએમ, ડેપ્યુટી સીએમ વચ્ચે યોજાશે બેઠક.. સમાજની લાગણીથી સીએમને કરાશે વાકેફ

કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ.. ગાંધીનગરમાં ચાલી રહેલાં ધરણાં મામલે નિવેદન આપતા કહ્યું સરકાર લોકોની ભાવના સમજવામાં નિષ્ફળ

પંચમહાલનાં ઘોઘંબા પાસે સર્જાયેલા અકસ્માતનાં 3 લોકોનાં મોત.. 2 બાઇક સામ-સામે ટકરાતા 2 લોકોનાં ઘટનાસ્થળે, એકનું સારવાર દરમ્યાન મોત

પુલવામામાં 40 જવાનોનો જીવ લઇ જનાર આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ.. સમગ્ર દેશમાં વીર શહીદોને વિશેષ શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમો

પુલવામાનાં શહીદોની વરસી પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ.. કહ્યું દેશ હંમેશા તમારા બલિદાનને યાદ રાખશે

ડોનાલ્ડ ટ્રમ્પનાં આગમન પહેલાં અમેરિકન ડેલિગેશન અમદાવાદની મુલાકાતે.. વિવિધ સ્થળો અને તૈયારીઓની મેળવશે માહિતી

સોશ્યલ મિડિયા પર માહિતીની ગુપ્તતાનાં દિવસો થશે પૂરા.. સરકાર લાવશે આવતા મહિનાથી નવો કાયદો.. ફેસબૂક, વોટ્સએપે સરકારને આપવી પડશે માહિતી

અમેરિકાનાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે આપ્યું મોટું નિવેદન.. કહ્યું પાકિસ્તાની આતંકી હાફિઝ સઇદને 26-11નાં મુંબઇ હુમલા માટે ગણાવવો જોઇએ જવાબદાર

ચીનમાં કોરોના વાઇરસનો કહેર યથાવત.. કોરાનાને કારણે ચીનમાં વધુ 116 લોકોનાં મોત.. મૃતકોની સંખ્યા વધીને 1500ની નજીક

Leave Comments