હેડલાઈન @ 10 AM

February 7, 2020 1280

Description

જૂનાગઢ અને ભેંસાણ બાદ હવે વિસાવદમાં મગફળી કૌભાંડ.. વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ચોરી.. લેબર કોન્ટ્રાક્ટર જ ચોરી કરતા હોવાનો ઘટસ્ફોટ

નિર્ભયા મામલે 2 દોષિતોને અલગ-અલગ ફાંસી આપવા પર આજે SCમાં થશે સુનાવણી…નવા ડેથ વોરંટ માટે ફરી તિહાર જેલ તંત્ર કોર્ટના દ્વારે….

વડાપ્રધાન મોદી આજે અસમનાં કોકરાઝારની મુલાકાતે.. બોડો એગ્રીમેન્ટ પર હસ્તાક્ષરની ઉજવણીમાં લેશે ભાગ

જમ્મુ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા-મહેબુબા મુફ્તિ પર પબ્લિક સેફ્ટી એક્ટ.. મહેબુબાએ કહ્યું લોકતંત્રની હત્યા.. ચિદમ્બરમે કર્યું લોકતંત્રનું સૌથી નીચલું પગલું

ચીનમાં કોરોનાવાઇરસનો ચેપ પ્રસરીને 30,000 લોકોને લાગ્યો.. ચીન સરકરાનાં અધિકૃત આંકડા.. કોરોનાને કારણે મૃત્યુઆંક વધીને 630 થયો

સુરતમાં કોરોના વાઇરસને લઇને 2 દર્દી ઓબ્ઝર્વેશનમાં.. અમદાવાદમાં પણ કોરોનાના વધુ બે શંકાસ્પદ દર્દીઓ આવ્યા સામે…

આદિવાસીઓનાં અધિકારની માગ બની તેજ.. અધિકારોની માગ સાથે આજે છોટા ઉદેપૂરમાં બંધનું એલાન

બ્રિટનની યુનિવર્સિટીઓમાં ભણવા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં એક વર્ષમાં 107 ટકાનો વધારો.. વિદ્યાર્થીઓનો આંકડો વધી 1 લાખને પાર

અમદાવાદમાં કરોડોનાં ખર્ચે બનેલી ખાઉગલી હેપ્પી સ્ટ્રીસનું આજે ઉદઘાટન.. સીએમ રૂપાણીનાં હસ્તે થશે લોકાર્પણ

Tags:

Leave Comments