હેડલાઈન @ 10 AM

September 11, 2019 155

Description

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ.. ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ.. 45 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ..

સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ.. સપાટી વધીને 136.74 મીટરે પહોંચી.. 23 ગામોમાં એલર્ટ..

નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી.. ગોલ્ડનબ્રિજ પાસે નદીની સપાટી 33 ફૂટને પાર જાય તેવી આશંકા.. ભરૂચ હાઇ એલર્ટ પર..

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો જાહેર.. 16 સપ્ટેમ્બરથી થશે અમલી.. ગડકરીએ કહ્યું રાજ્ય સરકાર કોઇ ફેરફાર કરી શકે નહીં…

દિલ્હીમાં ટ્રાફિક મેમોનો નવો રેકોર્ડ.. રાજસ્થાનની ઓવર લોડેડ ટ્રને એક લાખ 41 હજારનો દંડ..

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું હવે સરકારનો એજન્ડા PoK.. સાથે કહ્યું જે લોકો ભારત વિરોધી ગતિવીધીઓમાં છે તેમને કિંમત ચુકવવી પડશે..

ઉત્તર મુંબઇ સીટ પરથી લોકસભા લડનાર ઉર્મિલા માંતોંડકરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું.. પાર્ટીમાં કોઇ સહયોગ નહીં કરતા હોવાનું ધર્યું કારણ..

ઓટો સેક્ટરમાં મંદી પર નાણામંત્રી નિર્મલા સિતારમનનું નિવેદન.. કહ્યું ઓલા-ઉબેરને વધુ પ્રાધાન્ય અપાતા કારનું વેચાણ ઘટ્યું..

અંબાજી પૂનમના મહામેળાનો આજે ચોથો દિવસ.. ત્રીજા દિવસે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન.. 66 હજાર લોકોએ ભોજનનો પ્રસાદ લીધો

Leave Comments