હેડલાઈન @ 1 PM

April 15, 2019 170

Description

ગુજરાતમાં શાહનો ઝંઝાવાતી પ્રચાર.. ગીર સોમનાથ અને ડીસામાં અમિત શાહની જાહેરસભા.. કોડિનારમાં મનસુખ માંડવિયા રહેશે હાજર…

રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે.. અમરેલીમાં પરેશ ધાનાણી માટે પ્રચાર કરશે.. જેસર રોડ પર જાહેર સભાને સંબોધશે..

આખરે 4 દિવસ બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખને મળ્યું અલ્પેશ ઠાકોરનું રાજીનામું.. કોંગ્રેસના તમામ હોદ્દા પરથી અલ્પેશનું રાજીનામું.. લીગલ ટીમ ટેક્નિકલ બાબતોનો કરશે અભ્યાસ..

જયાપ્રદા પર વિવાદિત નિવેદન આપીને ફસાયા આઝમ ખાન.. મેજિસ્ટ્રેટે આઝમ ખાન વિરૂદ્ધ કેસ કર્યો.. મહિલા આયોગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી..

મોરબીના હળવદમાં ખેડૂતો દ્ગારા ચક્કાજામ.. વરિયાળીના ભાવ નહીં મળતા ખેડૂતોમાં રોષ.. ખેડૂતો દ્ગારા હાઈવે પર ચક્કાજામ…

જેટ એરવેઝ પર આર્થિક સંકટ.. 1500 કરોડ રૂપિયા નહીં મળે તો, 26 વર્ષ જૂની કંપની થઇ જશે બંધ.. 1100 પાયલટ્સની હડતાળ પર જવાની ચિમકી..

વર્લ્ડકપ 2019 માટે આજે થશે ટીમ ઇન્ડિયાની જાહેરાત.. ચોથા સ્થાન માટે 4 દાવેદાર.. મોટા ભાગના નામ નક્કી હોવાની ચર્ચા..

ધમધોખતા તાપ વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો.. કચ્છ, તાપી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા.. ખેડૂતોની ચિંતામાં વધારો..

ઉનાળાના આરંભથી જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ.. મોટા ભાગના શહેરો 40 ડિગ્રી તાપમાનને પાર.. અમદાવાદમાં 42.4 ડિગ્રી તાપમાન..

Leave Comments