હેડલાઈન @ 1 PM

October 12, 2018 1025

Description

સિંહ મામલે ICMRના રિપોર્ટમાં મોટો ધડાકો. હજુ 21 સિંહમાં ઘાતક વાયરસના લક્ષણો. રિપોર્ટમા સિંહને ગીરમાંથી ખસેડવાની ભલામણ..

પેટ્રોલ-ડિઝલમાં ફરી એકવાર ભાવવધારો. પેટ્રોલ 12 પૈસા તો ડિઝલ 28 પૈસા થયુ મોંઘુ. પ્રજા ત્રાહિમામ…

રાજ્ય સરકારે હાઈકોર્ટને લખેલા પત્રના અનુસંધાને રાજ્યમાં 3 રેપ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની મંજૂરી.

સાબરકાંઠાનો 1 અને સુરતના 2 કેસમાં ચાલશે ફાસ્ટ ટ્રેક કોર્ટ…

ગુજરાત પર લોબાન વાવાઝોડાનો ખતરો. દક્ષિણ ગુજરાતમાં 80થી 135કીમીની ઝડપે ફુંકાશે પવન. દરિયાકાંઠાના તમામ રાજ્યોને હાઇ એલર્ટ.. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના..

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની પ્રતિમાના માથાના પાછલા ભાગનું કાર્ય પૂર્ણ. આખી પ્રતિમા જોવા મળતા ઉત્સાહ. 31 ઓક્ટોબરે થશે અનાવરણ..

ધારાસભ્યોના પગાર વધારાનું બિલ રાજ્યપાલ દ્વારા હજુ વિચારણા હેઠળ. IPCC સુધારા વિધેયક,ફ્લેટ અધિનિયમ સુધારા વિધેયકરાષ્ટ્રપતિને મોકલાયા…

શેરબજારમા કડાકો. ગુજરાતની ડઝનબંધ કંપનીઝ 52 વીકની સૌથી નીચી સપાટીએ..  શેરબજારમાં નુકશાનીના કારણે જેતપુરના વિપુલ શિંગાળા નામના યુવાનનો આપઘાત..

આધ્યશક્તિની આરાધનાના પર્વનો આજે ત્રીજો દિવસ. શેરીથી માંડી પાર્ટી પ્લોટ્સમાં જામ્યો નવરાત્રીનો રંગ… બીજા નોરતે મન મુકીને ગરબે ઘુમ્યા ખેલૈયાઓ…

નવરાત્રીમાં મહિલા સલામતી માટે મહિલા ક્રાઇમ બ્રાંચ સતર્ક. બીજા નોરતે અમદાવાદમાંથી મહિલા છેડતી કરતા 12 રોમિયોની અટકાયત… થશે કાયદેસર કાર્યવાહી…

Leave Comments