હેડલાઈન @ 1 PM

February 20, 2020 455

Description

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસનાં આરોપીની ફાંસી પર રોક.. અનિલ યાદવની ફાંસી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક.. 29 ફેબ્રુઆરીએ આપવાની હતી ફાંસી

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વધુ એક આંદોલન.. આશાવર્કર અને આંગણવાડીની બહેનો ધરણાં પર.. 6 માર્ચે જેલભરોની પણ ચિમકી

બનાસકાંઠામાં વધુ એક ભ્રષ્ટાચારનું ગાબડું.. વાવનાં ખીમાણાવાસમાં 10 ફૂટનું ગાબડું.. જીરા અને મકાઇનાં પાક પર ફરી વળ્યા પાણી

ટ્રમ્પનાં આગમન પહેલાં ઝુંપડપટ્ટી ઢાંકવા બનાવેલી દિવાલનો વધુ એક વિવાદ.. દિવાલ છુપાવવા 150 છોડ વાવી દેવાયા..

ગુજરાતનાં પ્રવાસે આવી રહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનાં ગાંધી આશ્રમ જવા અંગે અસમંજસ.. વિદેશ મંત્રાલયનાં કાર્યક્રમ પ્રમાણે ગાંધી આશ્રમનો કાર્યક્રમ રદ્દ.. આશ્રમને જાણ નહીં

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં અમેરિકન એજન્સી USCIRFનો રિપોર્ટ.. કહ્યું ભારતમાં ધાર્મિક આઝાદીની ખરાબ સ્તિતિ.. વિશેષ ચિંતાવાળા દેશોની શ્રેણીમાં મૂક્યું ભારતને

રામમંદિર ટ્રસ્ટનાં તમામ ટ્રસ્ટીઓની આજે વડાપ્રધાન મોદી સાથે બેઠક.. દિલ્હીમાં સાંજે 5.30 કલાકે મળશે બેઠક

રાંચીનાં એક કાર્યક્રમમાં સંઘસરસંચાલક મોહન ભાગવતનું નિવેદન.. કહ્યું રાષ્ટ્રવાદ શબ્દને હિટલર સાથે સરખાવાય છે.. ન કરો ઉપયોગ.. રાષ્ટ્રીય શબ્દ વાપરો

શિવરાત્રીના મેળાની તડામાર તૈયારીઓ… જૂનાગઢમાં મોટી સંખ્યામાં ભાવિકો પહોંચ્યા… ભવનાથમાં સાધુ-સંતોનો જમાવડો…

Tags:

Leave Comments