હેડલાઈન @ 1 PM

October 12, 2019 1490

Description

મહાબલિપુરમમાં પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચેની થઇ ડેલિગેશન સ્તરની વાતચીત.. મોદીએ કહ્યું બંને દેશો વચ્ચે સંબંધ સુધારવાનો થશે પ્રયત્ન..

તમીલનાડુમાં PM મોદીનું સ્વચ્છતા અભિયાન.. દરિયા કિનારેથી PM મોદીએ કચરો ઉઠાવ્યો.. અડધો કલાક સુધી PMએ બીચ કરી સફાઈ..

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ… ગૌણસેવા મંડળે કહ્યું અમને નથી ખ્યાલ કેમ રદ્દ થઇ પરીક્ષા.. વિદ્યાર્થીઓએ કૌભાંડનો કર્યો આક્ષેપ..

રાજ્ય સરકારના કર્મચારીઓને પગાર અને પેન્શન 21થી 23 ઓક્ટોબર સુધી ચુકવાઇ જશે.. દિવાળી પર્વને અનુલક્ષી વહેલા ચુકવણીની જાહેરાત..

મગફળી અને એરંડા બાદ હવે કપાસનાં ખેડૂતોનો રોષ.. કપાસનો ભાવ ઓછો મળતાં મોરબીનાં હળવદ એપીએમસીમાં હરાજી બંધ કરાઇ..

કચ્છમાંથી ક્રિક વિસ્તારમાંથી ઝડપાઇ 5 પાકિસ્તાની બોટ.. BSFએ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી બોટ… સર્ચ ઓપરેશન ચાલુ..

પંજાબમાં મોટા આતંકી હુમલાનું હાઇ એલર્ટ.. 4000થી વધુ જવાનો દ્વારા સર્ચ ઓપરેશન.. અમૃતસર પણ હાઇ એલર્ટ પર.. 3 દિવસ સુધી ચાલશે કોમ્બિંગ ઓપરેશન..

ગુજરાત મીડિયા એવોર્ડ 2019માં સંદેશ ન્યુઝને મળ્યા બે એવોર્ડ..બેસ્ટ ક્રાઇમ સ્ટોરી માટે મનોજ અગ્રવાતને એવોર્ડ..તો દેવાંશી જોશીને બેસ્ટ એન્કરનો એવોર્ડ..

ફોર્બ્સ ઈન્ડિયા મેગેઝીને વર્ષ 2019નું અમીરોનું લિસ્ટ કર્યું જાહેર … મુકેશ અંબાણી સતત 12મી વખત દેશના સૌથી ધનવાન વ્યક્તિ.. ગૌતમ અદાણી 2 નંબરે…

વર્લ્ડ બોક્સિગ ચેમ્પિયનશીપની સેમિફાઇનલમાં મેરિકોમની હાર… તુર્કીની બુસેનાઝથી કરવો પડ્યો હારનો સામનો.. બ્રોન્ઝ મેડલથી માનવો પડ્યો સંતોષ..

Leave Comments