હેડલાઈન @ 1 PM

October 9, 2019 410

Description

દારૂબંધી મામલે રાજસ્થાન અને ગુજરાતના CM સામસામે.. રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું ગુજરાતમાં દારુ નહીં મળતો હોય તો છોડી દઇશ રાજનીતિ.. સીએમ રૂપાણીને પણ પડકાર્યા

રાજકોટમાં CM રૂપાણીના પિતરાઈ ભાઈનું 45 મિનિટ સુધી 108  ન આવતા CMના ભાઈનું નિધન.. કલેક્ટરે કહ્યું ગામના એક જ નામને લઇ એમ્બ્યુલન્સ અન્ય ગામ પહોંચી…

સુરતની કિરણ હોસ્પિટલ ફરી વિવાદમાં.. સરકાર અને દર્દીઓ પાસેથી રૂપિયા લેતી હોવાનું ખુલતા આયુષ્યમાન અને મા યોજનામાંથી કરાઇ બાકાત..

બેફામ રોગચાળો કાબુમાં લેવામાં તંત્ર સદંતર નિષ્ફળ… સુરતમાં ડેન્ગ્યુના કેસમાં વધારો.. તો રાજકોટ આરોગ્ય તંત્રએ લાપરવાહી છુપાવવા આંકડા જાહેર કરવાના કર્યા બંધ…

PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક.. કાશ્મીરમાં શાંતિ- સુરક્ષા અને દેશમાં અતિવૃષ્ટીથી નુકસાન મામલે બેઠકમાં ચર્ચા..

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 10 અને 11 તારીખે ગુજરાતનાં પ્રવાસે.. રાહુલ ગાંધી કોર્ટમાં મુદ્દત ભરવા આવશે ગુજરાત.. મહારાષ્ટ્રમાં પ્રચાર માટે પણ જશે

સલમાન ખુર્શીદનું કોંગ્રેસને લઇ મોટું નિવેદન.. કહ્યું પાર્ટી પોતાનું ભવિષ્ય જ નથી જોઇ શકતી.. હાલ ચૂંટણી જીતવી અશક્ય.. રાહુલે ઉતાવળમાં આપ્યું રાજીનામું..

ઉદ્ધવ ઠાકરે કહ્યું દેશમાં સમાન નાગરિક આચાર સંહિતા લાગુ કરે મોદી સરકાર.. રામ મંદિર માટે કાયદો પણ બનાવો..

નાપાકને પ્રિય મિત્ર ચીનથી મળ્યો દગો.. ભારત મુલાકાત પહેલા ચીને કાશ્મીર મુદ્દે રાગ બદલતા કહ્યું દ્રીપક્ષીય મુદ્દો વાતચીતથી ઉકેલાવો જોઇએ..

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે કહ્યું ભારતમાં આર્થિક મંદીની ગંભીર અસર.. ભવિષ્યને લઇને પણ આપી ચેતવણી.. કહ્યું વિશ્વનાં 90 ટકા દેશો મંદીની ઝપેટમાં..

સ્ટેટ બેંક ઓફ ઇંડિયાએ લોનનાં ગ્રાહકોને ફરી આપી ભેટ.. એમસીએલઆર આધારીત વ્યાજદરમાં કર્યો 0.10 ટકાનો ઘટાડો.. લોન થશે સસ્તી.. 10 ઓક્ટોબરથી નવા દર લાગુ..

Tags:

Leave Comments