હેડલાઈન @ 1 PM

September 11, 2019 140

Description

રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.. અરબી સમુદ્રમાં 50 કિમીની ઝડપે ઉછળશે મોજા..

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ.. ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ.. 45 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ..

સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ.. સપાટી વધીને 136.74 મીટરે પહોંચી.. 23 ગામોમાં એલર્ટ..

અમદાવાદ શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય.. વરસાદ બાદ ઠેર ઠેર ખાડા અને ભુવા.. શહેરીજનોમાં ભારો ભાર રોષ..

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો જાહેર.. 16 સપ્ટેમ્બરથી થશે અમલી.. ગડકરીએ કહ્યું રાજ્ય સરકાર કોઇ ફેરફાર કરી શકે નહીં…

મથુરાના પશુ આરોગ્ય મેળામાં પીએમ મોદી અને યોગી રહ્યાં હાજર.. રસ્તા પર રખડતા પશુઓથી મળશે મુક્તિ…

ચીન બોર્ડર પર થલ અને વાયુસેનાના મોટા યુદ્ધાભ્યાસનું એલાન.. માઉન્ટેટ સ્ટ્રાઇક કોરના 5000 જવાનો પણ યુદ્ધાભ્યાસમાં થશે સામેલ..

જમ્મુ કાશ્મીરમાં ઘરમાં ઘુસીને બાળકીને ગોળી મારનાર આતંકી આશિકનો ખાત્મો.. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ…

અંબાજી પૂનમના મહામેળાનો આજે ચોથો દિવસ.. ત્રીજા દિવસે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન.. 66 હજાર લોકોએ ભોજનનો પ્રસાદ લીધો..

Leave Comments