હેડલાઈન @ 1 PM

December 6, 2018 350

Description

લોકરક્ષક ભરતી મામલે નવા પેપર સેટની તૈયારી શરૂ….નવા પેપરને લઈને મળી ઉચ્ચ સ્તરીય બેઠક…રાજ્ય પોલીસવડા, મુખ્ય સચિવ સાથે CMની ભરતી મામલે ચર્ચા…

પેપરલીકકાંડના મુખ્ય આરોપી યશપાલની મહિસાગરના છાપરીના મુવાડાથી ધરપકડ. સુરત કેન્દ્ર ખાતે આપવાનો હતો લોકરક્ષકની પરીક્ષા.યશપાલના નિવેદનના આધારે ગાંધીનગર પોલીસ દિલ્હી જશે …

મુવાડામાં મોડી રાત્રે યશપાલને રસ્તા પર ભટકતો જોઇ એક મિત્રએ પોલીસને કરી હતી જાણ. મુવાડા આવતા પહેલા દિલ્હીમાં યશપાલ પેપર લીક કરતી ગેંગને મળ્યો હતો…

લોકેશનના આધારે વડોદરાની કપુરાઇ ચોકડીથી વધુ 2ની તો બનાસકાંઠાના કોદરામથી એકની અટકાયત. બનાસકાંઠામાંથી અત્યાર સુધી કુલ 5 લોકોની અટકાયત. તમામને ગાંધીનગર લઈ જવાયા.

તાલાળાના આંબળાશ ગામે સિંહણનો મૃતદેહ મળ્યો. ત્રણ સિંહબાળ લાપતા.તુવેરના પાકમાં દુર્ગંધ આવતા ખેડૂતને થઈ જાણ. અગ્નિ સંસ્કાર કરી ભીનું સંકેલી લેવા તંત્રના પ્રયાસ…

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથમાં.. સોમનાથ મંદિર સામે 45 કરોડના ખર્ચે બનાવાયેલા સી લિંક પાથનું કરશે ખાતમુહૂર્ત…

ભરૂચમાં તાલુકા BJPના પ્રમુખ અલ્પેશના જન્મદિવસે ભાજપ આગેવાનોની દારૂની મહેફીલનો કથિત વિડીયો વાયરલ. જાહેર સ્થળ પર વિદેશી દારૂની મહેફીલ માણતા ભાજપના કાર્યકરો કેમેરામાં કેદ.

ગુજરાતની બેરોજગારીનો શરમજનક ચિતાર..અમદાવાદમાં 9પાસની ટ્રાફિક બ્રિગેડની ભરતીનું ફોર્મ મેળવવા માટે બીજા દિવસે પણ હજારો ગ્રેજ્યુએટ ઉમેદવારોની  લાગી લાંબી લાઈન.

પાકવીમો નહીં ચૂકવાતા રાજકોટના ખેડૂતોએ ખોડલધામ સુધી યોજી પદયાત્રા…સરકારને સદબુદ્ધી આવે તેવી પ્રાર્થના સાથે વગાડ્યા ઢોલ…

મહિસાગરમાં આદિવાસી જાતિ પ્રમાણપત્રની માગ બની ઉગ્ર.ખાનપુર તાલુકામાં લોકોએ ત્રીજા દિવસે પણ કર્યો  શિક્ષણનો બહિષ્કાર. 9 હજાર જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત

Tags:

Leave Comments