હેડલાઈન @ 1.30 PM

November 29, 2018 1010

Description

વેસુના ટ્યુશન ક્લાસની આગ મામલે ક્લાસિસના સંચાલકો સામે માનવવધનો ગુનો દાખલ. પોલીસે સરકાર વતી કરી ફરિયાદ દાખલ. હજુ 4 બાળકોની સારવાર ચાલુ.

હવે સુરત ફાયર વિભાગનું તંત્ર સફાળે જાગ્યુ. ચાર કોમર્શિયલ બિલ્ડિંગને નોટિસ. 15 દિવસમાં સાધનો નહીં લગાવાયતો બિલ્ડિંગ કરાશે સીલ…

વિનય શાહના મામલમાં કૌભાંડી પિતા-પુત્ર સ્વપ્નિલ અને સુરેન્દ્રને છાવરી રહ્યાનો CID ક્રાઈમ પર આક્ષેપ. વિનય નેપાળમાં હોવાની જાણ છતા ગંભીરતા ન દાખવ્યાનો પણ આરોપ.

ગુજરાત સરકારમાં રોજગારી માટે અધધ ઉમેદવારી.. 1800 તલાટીની પોસ્ટ માટે 19 લાખ અરજી. વિવિધ વિભાગમાં 12 હજાર પોસ્ટ માટે 37 લાખ કરતાં વધુ ઉમેદવારો.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનું નિવેદન. પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે તો લોકસભાચૂંટણી લડીશ. કહ્યું; શંકરસિંહ વાઘેલા નિષ્ઠાપૂર્વક કામ કરવા કોંગ્રેસમાં આવી શકે છે.

કોંગ્રેસ જસદણમાં ઉતારશે કોળી ઉમેદવાર. પાટીદાર ઉમેદવારનો વિચાર મૂકાયો પડતો. પ્રદેશ અને સ્થાનિક નેતાગીરી વચ્ચે જાપડિયા સામે નાકિયાના મામલે ખેંચતાણ.2 દિવસમાં થશે નિર્ણય.

અમરેલીના ખાંભામાં વધુ એક સિંહણનું મોત. આંબલિયાળા વીડીમાંથી મળ્યો 11 વર્ષની સિંહણનો મૃતદેહ. ઉમરના કારણે મોત થયાનું વન વિભાગનું અનુમાન..

રાજ્યમાં બાળકો ગુમ થવા મામલે HCનો સરકારને આદેશ. બાળકોને શોધવા સરકારે શું પગલાં લીધા તેનો ખુલાસો કરવા તેમજ કેટલા બાળકો ગુમ થયા તેની વિગત રજૂ કરવા આદેશ

રાધનપુર તાલુકામા કેનાલના ગાબડાંનો સિલસિલો યથાવત. દેલાણા મેઇન કેનાલમાં 15 ફૂટનું ગાબડુ.  પાણી ખેતરોમાં ઘુસતા એરંડા તેમજ જીરાના પાકને મોટુ નુકસાન

એસટી વિભાગમાં ડ્રાઈવરની ભરતીમાં કૌભાંડ. રૂપિયા લઈને ઓર્ડર અપાતા હોવાનો ઓડિયો વાયરલ. 32% ટકા માર્કવાળાને મળી નોકરી, 48 ટકા માર્કવાળા રહી ગયા..

Leave Comments