હેડલાઈન @ 1.30 PM

November 8, 2018 350

Description

આજથી શરૂ થયુ વિક્રમ સંવત 2075ની શરૂઆત. આજે નવુ વર્ષ માટે ખુબ જ ઉત્સાહ. સંદેશ ન્યૂઝ દર્શકોને પાઠવે છે નવાવર્ષની ખુબ જ શુભેંચ્છાઓ…

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને પાઠવી ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા. લખ્યું નવપ્રારંભ બધા માટે કલ્યાણકારી રહે તેવી શુભેચ્છાઓ.

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કલ્યાણ પુષ્ટી મંદિરમાં દર્શન કરીને કરી નવા વર્ષની શરૂઆત.. પરિવાર સાથે મંદિર પહોંચ્યા હતા અમિત શાહ

પંચદેવ મંદિરે દર્શન કરી CM રૂપાણીએ કરી નવા વર્ષની શરૂઆત.PM મોદી પણ પંચદેવ મંદિરે દર્શન કરી નવા વર્ષનો કરતા હતા પ્રારંભ. મંત્રી મંડળ નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત.

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા પર મુખ્યમંત્રીનું મહત્વનું નિવેદન. કહ્યું; કાયદેસર રીતે દરેક પગલા લેવાશે. 19ની ચૂંટણી પહેલા થશે નામ બદલવાનું કામ …

રાજ્યમાં સુપ્રિમ કોર્ટના આદેશનું સુરસુરીયું..રાત્રે 10 વાગ્યા બાદ પણ બેફામ ફુટ્યા ફટાકડા.. પોલીસની નજર સામે નવા વર્ષના પ્રભાતે પણ ફૂટ્યા ફટાકડા.. પ્રદૂષણની માત્રા પણ વધી..

દિવાળી પર્વ પર રાજ્યમાં આગના અનેક કિસ્સા…અમદાવાદમાં માત્ર 3 કલાકમાં જ 70થી વધુ કોલ..તો સુરત,રાજકોટ,મોરબી ,સુરેન્દ્રનગર અને મહેસાણામાં પણ આગની ઘટના

સુધર્યુ જનતાનુ નવુ વર્ષ. પેટ્રોલ – ડીઝલના ભાવમાં સતત 21માં દિવસે ઘટાડો. પેટ્રોલમાં 21 પૈસા, ડીઝલમાં 18 પૈસાનો ઘટાડો…

તહેવારો ટાણે જ મુંબઈમાં એર ઈન્ડિયાના કોન્ટ્રાક્ટના તમામ કર્મચારીઓ ડતાળ પર. સંખ્યાબંધ ફ્લાઈટ અસરગ્રસ્ત. એરપોર્ટ મેનેજર સહિત 3 જેટલા કર્મચારીઓ જ કરી રહ્યા છે બોર્ડિંગ..

Leave Comments