7:00 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

July 24, 2017 830

Description

HEADLINE 7 PM

બનાસકાંઠામાં મેઘરાજાએ વરસાવી બરબાદી.. ધાનેરા અને થરાદમાં સૌથી વધુ જળતાંડવ.. પાંચ હજારથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર..

 

બનાસમાં મેઘકહેર બાદ જોવા મળ્યા બરબાદીના દ્રશ્યો.. ગામો, ખેતરો અને રસ્તાઓ પર ભરાયા પાણી.. નાના ગામડાઓ થયા સંપર્ક વિહોણા..

 

બનાસકાંઠામાં જળતાંડવથી 24 સ્ટેટ હાઈવે, 123 ગામોમાં વીજળી ગુલ.. એનડીઆરએફની અને એરફોર્સની મદદથી  શરૂ કરવામાં આવ્યું રેસક્યુ ઓપરેશન..

 

તો બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે સીએમ રૂપાણી, શંકર ચૌધરી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા ડિસા પહોંચ્યા.. એનડીઆરએફ, એરફોર્સની ટીમ તૈનાત

 

ગુજરાતમાં હજુ પણ 48 કલાક અનરાધાર વરસાદની આગાહી.. દરિયાકાંઠા અને નિચાણવાળા વિસ્તારોના લોકોને સચેત રહેવા ચેતવણી..

 

સાબરકાંઠામાં પણ સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર.. ઈડર, ખેડબ્રહ્મા, તલોદમાં વરસાદના પાણીથી જળબંબાકારની સ્થિતિ

 

મેઘરાજાની મહાએન્ટ્રીથી પાટણ પણ થયું પાણી પાણી.. સિદ્ધપુર, સાંતલપુરમાં વરસાદી પાણી બન્યા ઘરોના મોઘેરા મહેમાન..

 

મહેસાણામાં પણ મેઘરાજાની એન્ટ્રીએ સર્જી મહામુસીબત.. કડી, બહુચર, વિસનગરમાં ધોધમાર વરસાદ.. નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

 

 

Leave Comments