7:00 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

July 22, 2017 620

Description

HEADLINE 7.00 PM

 

24 જુનના અલ્ટીમેટમ વચ્ચે બાપુ પહોચ્યા દિલ્હી દરબારમાં.. અહેમદ પટેલ સાથે બેઠક યોજી.. બાપુએ ક્હ્યું આજે નથી થઈ કોઈ પોલિટિકલ ચર્ચા

 

તો નારાજગીની અટકળો વચ્ચે આજે બાપુ અને અમિત શાહ એક જ ફ્લાઈટમાં પહોંચ્યા દિલ્હી.. અનેક તર્ક-વિતર્ક સાથે રાજકિય બેડામાં અટકળો તેજ

 

તો મિશન-2017ને લઈને ભાજપ કોંગ્રેસ ફરી આમને સામને.. ખેડૂતોના પ્રશ્નોને લઈને સીએમ રૂપાણી અને ભરતસિંહ સોલંકીએ કર્યા આમને સામને પ્રહાર

 

પીએમ મોદીના પ્રવાસને લઈને અરવલ્લી અને રાજકોટમાં તૈયારીઓ તેજ.. રાજકોટમાં તૈયાર કરાયા ખાસ ગીત.. તો અરવલ્લીમાં પણ બંદોબસ્ત તેજ

 

નીટ અને ફિ વધારાના મામલાને લઈને રાજકોટ, સુરત, અમદાવાદમાં વાલીઓએ આજે પણ વિફર્યા.. સીએમએ કહ્યું નિયમની અવગણના કરનાર સ્કૂલને સામે થશે કડક કાર્યવાહી

 

જીપીએસસીની ક્લાસ-1 અને 2ની પરીક્ષા મામલે હાઈકોર્ટે કર્યો આદેશ.. વિદ્યાર્થીઓને ક્યા પુસ્તકો વાંચવાના હતા તે અંગે એક અઠવાડિયામાં આપો જવાબ

 

રાજકોટમાં પ્રદુષણના પાપીઓના પાપને લીધે 10 ગાયોના મોત.. હિરાસરની ફેક્ટરીના પ્રદુષિત પાણી પીધા બાદ 10 ગાયોના મોત..

 

વડોદરાની એમએસ યુનિવર્સીટીમાં બે જુથ વચ્ચે થઈ મારામારી.. એબીવીપીના વિદ્યાર્થીઓએ પ્રવેશ પ્રક્રિયા બંધ કરાવતા મચી બબાલ..

 

જામનગરના ગુલાબનગરની આંગણવાડીમાં પીરસાયેલા નાસ્તામાં મળી જીવાત.. કોર્પોરેટરને રજુઆત કરી નાસ્તા બાળકોને અપાતો અટકાવ્યો

 

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારીઓને આખરી ઓપ.. આરએએફ, બીએસએફ, મહિલા પ્લાટુન અને એસઆરપીની ટુકડી તૈનાત.. સીસીટીવીથી રખાશે નજર

 

 

Tags:

Leave Comments