ગુજરાતમાં કોરોનાના નવા 571 કેસ, એકનું મોત

March 6, 2021 2225

Description

ગુજરાતમાં કોરોનાના નવા 571 કેસ નોંધાયા છે. કોરોનાથી આજે એક દર્દીનું મોત નીપજ્યું છે. અત્યાર સુધીમાં 2, 65, 372 દર્દી સાજા થયા છે. આજે વધુ 403 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 4414 દર્દીના મોત થયા છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં કોરોનાના કેસ 100ને પાર પહોંચી ગયા છે. અમદાવાદમાં 124 કેસ, એકનું મોત થયું છે. સુરતમાં 134 અને વડોદરામાં 117 કેસ નોંધાયા છે. રાજકોટમાં 58, જામનગર – ગાંધીનગરમાં 12 – 12 કેસ નોંધાયા છે. ભાવનગરમાં 10 અને જૂનાગઢમાં 9 કેસ નોંધાયા છે. કચ્છમાં 12, આણંદમાં 11, મહેસાણામાં 9 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 8, ગીર સોમનાથ – મહિસાગરમાં 7 – 7 કેસ નોંધાયા છે. ખેડામાં 6, નર્મદા – પંચમહાલમાં 5 – 5 કેસ નોંધાયા છે. અરવલ્લી – દાહોદમાં 4 – 4, બનાસકાંઠામાં 3 કેસ નોંધાયા છે. ભરૂચમાં 3, દ્વારકા – મોરબીમાં 2 – 2 કેસ નોંધાયા છે. અમરેલી, બોટાદ, છોટા ઉદેપુરમાં 1 – 1 કેસ નોંધાયો છે તો સાથે સાથે ડાંગ, નવસારી, પાટણ, તાપીમાં પણ 1 – 1 કેસ નોંધાયો છે. 13, 74, 244 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. 3, 30, 463 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે.

Leave Comments

News Publisher Detail