5:00 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

July 25, 2017 860

Description

HEADLINE 5 PM

 

PM મોદીનું ગુજરાતમાં થયું આગમન.. અસરગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઈ નીરિક્ષણ.. બનાસકાંઠા, રાજ્યની પરિસ્થિતિ અંગે કરશે ચર્ચા

 

બનાસકાંઠામાં વરસાદી તારાજી.. ધાનેરા અને થરાદમાં સૌથી વધુ જળતાંડવ આર્મી દ્વારા રેસક્યુ.. 8 હજારથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર..

 

ધાનેરામાં પાણી ફરી વળતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતી.. લોકો જીવ બચાવવા ધાબા પર ચઢ્યા.. અનેક ગામોમાં હજુ પણ 8 થી 10 ફૂટ પાણી..

 

ભારે વરસાદના પગલે રાધનપુર મહેસાણા હાઈવે બંધ.. પુલ તૂટે તો મોટી ખાનાખરાબી થવાની શક્યતા.. 100 ઘરો ખાલી કરાવાતાં લોકો થયા બેઘર..

 

રાજ્યમાં 30 જિલ્લાના 190 તાલુકામાં વરસાદ..બનાસકાંઠાના દાંતીવાડામાં 18.5 ઈંચ તો પાલનપુરમાં 15.5 ઈંચ વરસાદ નોંધાયો

 

ડીસાના રાબડિયા ગામે 3 દિવસથી ફસાયેલા લોકોનું એરફોર્સ દ્વારા રેસક્યુ…3 દિવસથી ખાધા પીધા વગર બેઠા હતા ધાબા પર

 

બનાસકાંઠામાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ…ધાનેરા-ડીસા જવાનો કોઝવે તૂટ્યો..તો સંદેશ ન્યૂઝ પહોંચ્યુ ટેટોડા

 

બનાસકાંઠામાં તારાજીનું મૂળ ઉદગમ સ્થાન એવું રાજસ્થાનનું સિયાણા ગામ પાણીમાં ગરકાવ.. રેલ નદીનાં પાણી આવતા આખા ગામે લીધી જળસમાધિ

 

સાબરકાંઠામાં પણ વરસાદથી જળબંબાકાર.. ઇડર થયું પાણી પાણી.. સાબરમતિ નદીમાં ઘોડાપુરથી સપ્તેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

 

મેઘરાજાની મહાએન્ટ્રીથી પાટણ પણ થયું પાણી પાણી.. સિદ્ધપુર, સાંતલપુર, જસવંતગઢમાં વરસાદી પાણી ઘરોમાં ઘુસ્યા.. ચારે તરફ તારાજી..

 

સાબરમતી નદીમાં ધરોઈ ડેમનું એક લાખ 25 હજાર ક્યુસેક પાણી છોડાયુ.. 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર.. રિવરફ્રન્ટના વૉકવે સુધી જવા પર પ્રતિબંધ..

 

ગાંધીનગરના નીચાણવાળા ગામોને જિલ્લા વહીવટી તંત્ર દ્ગારા સ્થળાંતર કરવા સૂચના..જિલ્લામાં ધરોઈના પાણીની આવક થતાં એલર્ટ

 

ગુજરાતમાં હજુ પણ 48 કલાક અનરાધાર વરસાદની આગાહી.. દરિયાકાંઠા અને નિચાણવાળા વિસ્તારોના લોકોને સચેત રહેવા ચેતવણી..

 

રામનાથ કોવિંદે દેશના 14માં રાષ્ટ્રપતિ પદના લીધા શપથ.. કહ્યું ભારતની વિવિધતા પર છે ગર્વ..

 

Leave Comments