ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1136 કેસ

August 1, 2020 725

Description

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત કેટલાક દિવસથી કોરોનાનાં કેસ 1000થી વધુ આવી રહ્યા છે ત્યાં જ આજે પણ રાજ્યમાં કોરાનાનાં 1136 કેસ નોંધાયા છે.

આવનારા સમયમાં નાગરીકો દ્વારા સોશ્યલ ડિસ્ટર્ન્સ અને માસ્કના નિયમોનો ચૂસ્ત અમલ ન થાય તો આ મહમારીને વધુ ભયાવહ સ્થિતિ તરફ જતા કોઈ જ રોકી નહી શકે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1136 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 62,574એ પહોંચી છે.

વિતેલા 24 કલાકમાં સુરતમાં સૌથી વધુ 262થી વધુ કેસ મળ્યા છે. જ્યારે રાજ્ય વધુ 24 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2465એ પહોંચ્યો છે. જ્યારે 875 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી છે.

 

 

 

Leave Comments