1:00 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

July 19, 2017 1010

Description

શંકરસિંહ વાઘેલાના સંમેલનને મહાત્મા મંદિર ખાતે ના મળી પરમિશન.. મહાત્મા મંદિરના સ્થાને યોજાશે ટાઉન હોલમાં સંમેલન..

 

વડોદરામાં ઓવરસ્પીડે સ્કૂલ વાન પલટી જવાનો મામલો.. આરટીઓ વિભાગે ટીમ બનાવી હાથ ધરી કામગીરી,, 50થી વધુ વાન ડિટેન કરી..

 

GSTના વિરોધમાં હડતાળ પર ઉતરેલું સુરતનું કાપડ માર્કેટ આજથી ફરી ધમધમ્યું.. વેપારીઓની માંગ GST કાઉન્સિંલે સ્વિકારી..

 

દાંતામાં માનપુર પાસે ગૌહત્યાના મામલે ચાર શખ્સોની અટકાયત.. ગાય માલિકની ફરિયાદ બાદ પોલીસની કાર્યવાહી..

 

સિંહ સંરક્ષણનો નવો રેકોર્ડ બનાવશે અમરેલી….ગીર કરતા 300 થી વધુ સિંહ નોંધાયા અમરેલીમાં..વન વિભાગની સિંહ ગણતરીમાં બહાર આવ્યો આંકડો

 

ગૌમાંસના ઘમાસાણ વચ્ચે મનોહર પાર્રિકરનું ચોંકાવનારું નિવેદન.. ગોવાની જનતાને આશ્વાસન આપતા કહ્યું રાજ્યમાં નહીં ખુટવા દઇએ ગૌમાંસ..

 

માયાવતીને મળ્યો લાલુ યાદવને સાથ.. કહ્યું દલિતોનો મુદ્દો સાંસદ કરતા ઉપર.. બિહારથી રાજ્યસભા મોકલીશું માયાવતીને..

 

ચીને હજારો ટન સૈન્ય સામાન તિબ્બત બોર્ડર પર કર્યો તૈનાત.. ડોકલામ વિવાદને લઇ ભારત સાથે યુદ્ધના મુડમાં ચીની સૈન્ય..

 

LoC સાથે જોડાયેલા કાશ્મીરના ચાર સેક્ટરમાં પાકને ભારે ફાયરિંગ.. સ્કૂલ પર મોર્ટારથી હુમલો.. બે જવાન શહીદ..

 

બોલીવુડની ચમકદમક પાછળની કાળી વાસ્તવિકતા… અભિનેત્રી વિદિશા બેજનીની લાશ મળી આવી. પરિવારે પતિ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી..

Leave Comments