હેડલાઈન @ 3 PM

July 11, 2018 245

Description

વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટીએ 4 મીટરે પહોંચી.. વલસાડના તમામ વિસ્તારોને સાયરન વગાડીને કરાયા એલર્ટ.. 1.5 કલાકમાં શહેરના વિસ્તારોમાં આવી શકે છે પાણી..

સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર.. ખેડાના નાયકા ભરાઈ ગામે શરૂ કરાયુ ડાયવર્ઝનનું કામ..2 મહિનાથી જીવના જોખમે બાળકો જઈ રહ્યા હતા સ્કુલ..

 

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી… દરિયાઇ કિનારાના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ… તો અન્ય વિસ્તારોમાં મધ્યમ રહેશે વરસાદ..

 

રાજ્યમાં સરેરાશ 19.62 ટકા વરસાદ.. વેરાવળની મચ્છુન્દ્રિ નદીમાં પુરની સ્થિતિ.. તો માધવરાવજીનું મંદિર નદીમાં ગરકાવ.. વલસાડમાં ભારે વરસાદના કારણે કપરાડા બ્રિજ પાણીમાં ડુબ્યુ..

 

મુંબઈમાં 4 દિવસ બાદ વરસાદે લીધો વિરામ..વરસાદે વિરામ લેતા રાહત..પરંતુ હવામાન વિભાગની હાઈ ટાઈટને લઈ આપ્યુ એલર્ટ.. રેલ્વે વ્યવાહ ફરી શરૂ..

 

મુંબઇમાં વરસાદ બાદ પણ પૂર જેવી સ્થિતી, NDRF અને નેવી તહેનાત… 24 કલાકમાં 10 ઇંચ અને છેલ્લા 10 દિવસમાં 37 ઇંચ..ઠેર ઠેર પાણી ભરાયા..

 

ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ અને વાવેતરની ઘટ.. વરસાદમાં 46 ટકાની ઘટ તો ઘટ, 22 લાખ હેક્ટરમાં ઓછું વાવેતર નોંધાયુ.. કૃષિ ક્ષેત્રે ખેડુતો અને સરકારને ચિંતા..

 

ફી નિયમન મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી..ફી રેગ્યુલેટરી કમિટીમાં 424 સ્કૂલની સુનાવણી પૂર્ણ થયા બાદ હાથ ધરાશે સુનાવણી..ફી ઓછી કરવા કરાઈ છે રજુઆત..

 

કુંવરજી ભાજપમાં જોડાતા કોંગ્રેસે હાથ ધર્યુ ડેમેજ કંટ્રોલ પ્લાન.. વોટબેંક તુટતા કોંગ્રેસની કોળી સમાજ સાથે બેઠક.. ભાજપના દુષપ્રચારને ખાળવા હાથ ધરાશે કવાયત..

 

141મી રથયાત્રા નિમિતે પોલીસ દ્વારા રિહર્સલ.. 25000 પોલીસ જવાનો રથયાત્રામાં રહેશે તૈનાત.. બહારથી આવેલી ફોર્સ પણ કરાઈ તૈનાત..

Leave Comments