હેડલાઈન @ 11 AM

October 12, 2018 860

Description

સિંહ મામલે ICMRના રિપોર્ટમાં મોટો ધડાકો. હજુ 21 સિંહમાં ઘાતક વાયરસના લક્ષણો. રિપોર્ટમા સિંહને ગીરમાંથી ખસેડવાની ભલામણ..

પેટ્રોલ-ડિઝલમાં ફરી એકવાર ભાવવધારો. પેટ્રોલ 12 પૈસા તો ડિઝલ 28 પૈસા થયુ મોંઘુ. પ્રજા ત્રાહિમામ…

ધારાસભ્યોના પગાર વધારાનું બિલ રાજ્યપાલ દ્વારા હજુ વિચારણા હેઠળ. IPCC સુધારા વિધેયક,ફ્લેટ અધિનિયમ સુધારા વિધેયકરાષ્ટ્રપતિને મોકલાયા…

રાજકોટમાં સતત બીજા દિવસે શહેરના નામાંકીત રેસ્ટોરેન્ટ્સ,પિઝા સ્ટોર્સ અને હોટેલ્સ પર આરોગ્ય વિભાગના દરોડા. તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ હરકતમાં…

આધ્યશક્તિની આરાધનાના પર્વનો આજે ત્રીજો દિવસ. શેરીથી માંડી પાર્ટી પ્લોટ્સમાં જામ્યો નવરાત્રીનો રંગ… બીજા નોરતે મન મુકીને ગરબે ઘુમ્યા ખેલૈયાઓ…

નવરાત્રીમાં મહિલા સલામતી માટે મહિલા ક્રાઇમ બ્રાંચ સતર્ક. બીજા નોરતે અમદાવાદમાંથી મહિલા છેડતી કરતા 12 રોમિયોની અટકાયત… થશે કાયદેસર કાર્યવાહી…

તમિલનાડુના ત્રિચી એરપોર્ટ પર ટળી મોટી વિમાન દુર્ઘટના. ત્રિચીથી દુબઇ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ એરપોર્ટની દિવાલ સાથે ટકરાઈ.. તમામ મુસાફરો સુરક્ષિત..

આજથી ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ…હૈદરાબાદના રાજીવગાંધી ઈન્ટરનેશન સ્ટેડિયમમાં રમાશે મેચ..

Tags:

Leave Comments