અમદાવાદના ઓઢવ ખાતે આવેલા આદિનાથ નગરમાં લગ્નપ્રસંગે વરરાજાએ હવામાં ફાયરિંગ કર્યું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થવા પામ્યો હતો. પોલીસે વરરાજા અને તેના મિત્રની ધરપકડ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના હળવદમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે. જેમાં લગ્ન પ્રસંગમાં બે રાઉન્ડ ફાયરિંગ થઇ હતી. તેમાં રાત્રે વરઘોડામાં ફાયરિંગની ઘટના બની હતી. તથા વીડિયો રણકાઠાના ખોડ ગામનો હોવાનું અનુમાન છે.
અમદાવાદ શહેરમાં એકાએક કર્ફ્યૂ લગાવી દેવામાં આવતા શહેરમાં યોજાનાર 1800 જેટલા લગ્ન પર ગ્રહણ લાગી ગયું છે. તેવામાં શહેરના કુબેરનગરમાં રહેતો પરિવાર લગ્નને લઈ અસમંજસમાં છે. પ્રથમ વખત પોલીસ પરવાનગી સાથે પરિવારમાં લગ્નનું આયોજન કરવામાં આવશે. હાલ તો પરિવાર દ્વારા પોલીસની મંજૂરી લઈ લેવામાં આવી છે. અને ઘરની અંદર જ લગ્નનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય […]
લગ્ન સમારંભમાં 200 લોકોની છૂટનો CM વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આ છૂટછાટ આવતીકાલથી રાજ્યભરમાં અમલી બનશે. તેમાં બંધ હોલમાં કેપેસિટીના 50% સુધી જ છૂટ છે. તથા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન જરૂરી છે.
લગ્ન સમારંભમાં 200 લોકોની છૂટ આપવામાં આવી છે. CM વિજય રૂપાણીએ લગ્નને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. આ છૂટછાટ આવતીકાલથી રાજ્યભરમાં અમલી થશે. બંધ હોલમાં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન જરૂરી છે.
સુરતમાં લગ્ન પહેલા વરરાજા લોકઅપમાં પહોંચ્યા છે. વરરાજા સહિત 9 લોકો પોલીસ લોકઅપમાં હતા. જુગાર રમતા હોવાના આરોપ સાથે ધરપકડ કરાઈ હતી. જેમા પોલીસે જામીન પર છોડ્યા બાદ યુવાને લગ્ન કર્યા હતા. ખોટા આરોપમાં પોલીસે ધરપકડ કરી હોવાનો આરોપ લગાવ્યો છે.
વાપી તાલુકાના ડેગામ ખાતે રહેતા ગ્રીનીચ મહેશભાઇ પટેલ અને દિવ્યા પટેલે કોરોના વચ્ચે પ્રભુતામાં પગલાં માંડયા. અરનાલામાં આવેલા કલ્યાનેશ્વર મહાદેવ મંદિરમાં સામાજિક અંતર સાથે લગ્નગ્રંથીથી જોડાયા. માસ્ક અને સેનેટાઇઝ સાથે શાસ્ત્રોકત વીધીથી લગ્ન કર્યા. લગ્નમાં હાજર રહેનાર દરેકે માસ્ક પહેર્યા હતા. સરકારની ગાઇડલાઇન મુજબ લગ્ન કરી નવદંપતીએ સમાજમાં ઉતમ ઉદાહરણ પુરૂ પાડયું.
વિદેશીઓ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી આકર્ષાઇને તેને અપનાવી રહ્યાં છે. ત્યારે જાપાનનું એક દંપતિ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્નગ્રંથીએ જોડાયુ છે. જાપાની વરરાજાની જાન બળદગાડામાં આવી તો જાપાની વધુએ શોળે શણગાર સજ્યા.
CAA-NRCને લઇને દિલ્હીમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વેરાવળમાં એક લગ્નમાં એનઆરસી- સીએએના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે. જેમાં કીર્તિ લાઠીગરા નામના વેપારીએ પોતાના દિકરાના લગ્નમાં સીએએ અને એનઆરસીનું સમર્થન કર્યુ છે. લગ્નમંડપમાં પ્રવેશતા પહેલા જ ભારતમાતાનુ પૂજન કરાયું હતું. જેમાં ભારત માતાના ચરણોમાં શિષ ઝૂકાવીને પુષ્પ અર્પણ કર્યા હતાં. પરિજનો પણ આ પૂજામાં […]
બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો. અને તે પ્રેમની જાણ બંન્નેના પરિવારજનોને થઇ. પરિવારજનોએ સામાજિક રીતી રિવાજ મુજબ બંન્નેના લગ્ન કરાવ્યા. અને લગ્નના એક વર્ષ બાદ પરિણીતાએ ગળાફાંસો ખાઇ લીધો. કારણ હતુ સાસરિયાઓનો ત્રાસ.
2018 © Sandesh.