Tags

new video Watch Video
વિરમગામમાં ‘સંદેશ ન્યૂઝ’ની ‘તાત’ ઝૂંબેશની અસર

વિરમગામમાં ‘સંદેશ ન્યૂઝ’ની ‘તાત’ ઝૂંબેશની અસર જોવા મળી છે. જેમાં વિરમગામના નળકાંઠા સહિતના પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાનનો સર્વે શરૂ કરાયો છે. તેમાં ખેતીવાડી વિભાગની 7 ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે. તથા વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનનો સર્વે કરીને તે અંગેની કામગીરી શરૂ કરાઈ છે.  

watch video
new video Watch Video
વિરમગામ તેમજ નળકાંઠા પંથકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાયમાલ

વિરમગામના વણી ગામેથી પસાર થતી રાજપુર-ભડાણાની માઈનોર અને સબ કેનાલમાં ગાબડાં પતાં અને ઉપરવાસના વરસાદી પાણી છોડાતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં. આશરે 2 હજાર વિઘાના ખેતરો પાણીમાં ગરકાવ થતાં મોટું નુકસાન થયું છે. તો બીજી બાજુ વિરમગામના ધાકડી ગામેથી પસાર થતી જોરાવપુરાની નર્મદા કેનાલની ઉંચાઈથી ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. આ મામલે […]

watch video
new video Watch Video
વિરમગામના ખેડૂતોની સમસ્યા સાંભળો સરકાર

સમગ્ર રાજ્યમાં વરસાદે ક્યાંક કહેર તો ક્યાંક મહેર વરસાવી છે તેઓમાં સતત વરસતા વરસાદથી વિરમગામ તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વિરમગામ પંથકમાં અતિ પછાત ગણાતા નળ કાંઠા વિસ્તારમાં જ્યાં નજર કરો ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

watch video
new video Watch Video
વિરમગામના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેતરો પાણી પાણી

ગુજરાતમાં થયેલા મેઘ કહેરના કારણે માવી લાચાર બન્યો છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના માંડલ પંથકમાં ખેતરો નદીમાં ફેરવાઇ ગયા છે. ખેડૂતોના પાક તો ઠીક ખેતર સુધ્ધા નથી દેખાતા.    

watch video
new video Watch Video
જુઓ અમદાવાદમાં બનેલી ક્રાઇમની ઘટનાઓ

અમદાવાદમાં ભાજપના સાંસદ પણ અસુરક્ષિત. ભાજપના સાંસદ કિરિટ સોલંકીના ઘરમાંથી થઈ ચોરી. ઘરના ડિજિટલ લોકરમાંથી રૂપિયા 9.90 લાખની ચોરી થતા પોલીસ થઈ દોડતી. ઘરઘાટી મહિલાઓએ ચોરી કરી હોવાની શંકાને આધારે પોલીસે મહિલાઓની અટકાયત કરી છે. ઈન્ટરનેટની દુનિયામાં આંગળીના ટેરવે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ સુવિધાઓથી ઓનલાઈન ચિટીંગના કિસ્સા વધી રહ્યા છે.. આવો જ ઓનલાઈન […]

watch video
new video Watch Video
વિરમગામમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ

વિરમગામમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું. માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું. યુવતિનું અપહરણ કરી આચરાયું દુષ્કર્મ. માતાએ 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

watch video
new video Watch Video
વિરમગામમાં મામલતદાર કોરોના પોઝિટિવ, કુલ 126 કેસ, 19 મોત

વિરમગામમાં મામલતદાર કોરોના પોઝિટિવ આવ્યા છે. મામલતદાર વિવેક દરજી કોરોના પોઝિટિવ આવ્યા છે. તાલુકા સેવા સદન કચેરી બે દિવસ સુધી બંધ રહેશે. અત્યાર સુધી વિરમગામમાં 126 કેસ, 19 મોત નીપજ્યા છે.

watch video
new video Watch Video
વિરમગામના શિવ મહેલ સાર્વજનિક સ્મશાનમાં અનોખા લગ્ન યોજાયા

વિરમગામના શિવ મહેલ સાર્વજનિક સ્મશાનમાં અનોખા લગ્ન યોજાયા. ટાઉન કલબ દ્રારા અનાથ દિકરીનું કન્યાદાન કરી સમાજમાં પ્રેરણારૂપ દાખલો બેસાડયો. દિપીકા રાવળ અને બેચરાજીના લાલાભાઇ રાવળે સરકારની માર્ગદર્શિકાના પાલન સાથે પ્રભુતામાં પગલાં માંડયા. શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે દિકરીને કરિયાવર આપીને હર્ષભેર સાસરે વળાવી હતી.

watch video
new video Watch Video
વિરમગામ, સાણંદ અને નળકાંઠાના 32 ગામો સિંચાઇના પાણીથી વંચિત

વિરમગામ, સાણંદ અને નળકાંઠાના 32 ગામો આઝાદીના વર્ષો બાદ પણ સિંચાઇના પાણીથી વંચિત છે. વર્ષ 2017માં વિરમગામ નળકાંઠા સહિત 32 ગામના ખેડૂતોએ વિશાળ રેલી કાઢી આંદોલન કર્યુ હતુ. જેમાં સરકાર દ્વારા મૌખિક બાંહેધરી પણ આપવામાં આવી હતી. જે વાતને 3 વર્ષ વિત્યા પરંતુ આજદિન સુધી સિંચાઇનુ પાણી ન અપાતા ખેડૂતો રોષે ભરાયા છે. વિરમગામ-તાલુકના કાજીપુરા […]

watch video
new video Watch Video
વિરમગામમાં ગટરના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોનો વિરોધ

અમદાવાદના વિરમગામ વોર્ડ 8માં સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરી વિરોધ કરાયો છે. ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે.. વિરમગામ-માંડલ રોડ પર મોટી સંખ્યામાં લોકોએ ચક્કાજામ કરાયો. નગરપાલિકાના કાઉન્સિલર, પ્રમુખને અનેક વખત રજૂઆત કરાઇ છે છતાં પરિસ્થિતી ઠેરની ઠેર રહેતા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હતા. અને રસ્તા પર બેસીને વિરોધ કર્યો. પોલીસે પણ […]

watch video