Tags

new video Watch Video
રિયા ચક્રવર્તીને 28 દિવસ બાદ જામીન મળ્યા

સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસના ડ્રગ્સ કનેક્શન મામલે 28 દિવસથી જેલમાં બંધ રિયા ચક્રવર્તીને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. જો કે રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તીને હાલ જેલમાં જ રહેવું પડશે.

watch video
new video Watch Video
સુશાંત કેસમાં NCBની મોટી કાર્યવાહી

સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં એનસીબીએ મોટી કાર્યવાહી કરી છે. એનસીબીએ દરોડાની કાર્યવાહી દરમિયાન વધુ 4 ડ્રગ પેડલરની ધરપકડ કરી છે.

watch video
new video Watch Video
બોલીવુડનું કથિત ડ્રગ્સ નેક્સસ

જયા બચ્ચને રાજ્યસભામાં રવિ કિશન અને કંગના રનૌતના નામ લીધા વગર બોલીવુડને બદનામ થવાની સાજિશ થઈ રહી હોવાનું જણાવીને જે થાળીમાં ખાય છે, તેમા છેદ કરે છે.. તેવી ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણી બાદ રવિ કિશને હેરાની વ્યક્ત કરી છે અને કંગના રનૌતે જયા બચ્ચને પર વળતો પ્રહાર કર્યો છે.

watch video
new video Watch Video
સંસદમાં પહોંચ્યો બોલિવૂડનો વિવાદ

સુશાંતસિંહ રાજપૂતનાં કેસમાં ડ્રગ્સ કનેક્શનની થઇ રહેલી તપાસથી શરૂ થયેલો બોલિવૂડમાં ડ્રગ્સનો વિવાદ હવે સંસદ સુધી પહોંચી ગયો છે.. રવિ કિશનનાં વાર પર જયા બચ્ચનનાં પલટવાર અને ત્યારબાદ રવિ કિશાનનો ફરી જવાબ.. તથા આ મુદ્દે કંગનાની ટ્વીટે સમગ્ર મુદ્દે રાજકારણ ગરમાવી દીધું છે.

watch video
new video Watch Video
સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ

સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહેલી એનસીબીએ અંધેરીથી કરમજીતસિંહ અને અન્ય સાત ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. તો રિયા ચક્રવર્તીની પૂછપરછમાં બોલીવુડ સાથે જોડાયેલા કેટલાક નામ એનસીબીને મળ્યા છે.

watch video
new video Watch Video
રિયા ચક્રવર્તી જેલમાં

સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ કનેક્શન હેઠળ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કર્યા બાદ આખરે આજે રિયાને ભાયખલ્લા જેલ મોકલી દેવાઇ છે. હવે 22 સપ્ટેમ્બર સુધી રિયા જેલમાં જ રહેશે.

watch video
new video Watch Video
સુશાંત કેસમાં ડ્રગ્સ મામલે મુખ્ય આરોપી રિયાની NCBએ કરી ધરપકડ

આખરે ડ્રગ કનેક્શન મામલે સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. સતત ત્રીજા દિવસે એનસીબીએ રિયાને પૂછપરછ કરી. આ પછી રિયાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ હવે રિયાનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. રિયાનો કોરોના ટેસ્ટ પણ કરવામાં હશે. રિયાનો ભાઈ શોવિક અને સુશાંતનો સ્ટાફ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા પહેલાથી જ એનસીબીની કસ્ટડીમાં […]

watch video
new video Watch Video
NCBએ રિયા ચક્રવર્તીનાં ઘરે જઈને સમન્સ મોકલ્યું

આજે સુશાંત સિંહ રાજપૂત કેસમાં સવારે NCBએ રિયા ચક્રવર્તીનાં ઘરે જઈને સમન્સ મોકલ્યું હતું. જેને લઈને રિયા NCB ઓફિસ પહોંચી હતી. જ્યા તેની ડ્રગ્સ મામલે 6 કલાક સુધી પુછપરછ થઈ. તો બીજી તરફ મુંબઈમાં NCBએ વિવિધ વિસ્તારો દરોડા પાડ્યા હતાં. સાથે જ શુંસાંત કેસને લઈને રાજકારણ પણ ચરમસીમાએ પહોંચ્યું છે. ગુજરાત કોંગ્રેસે સુશાંતસિંહ રાજપૂતના મિત્ર […]

watch video
new video Watch Video
સુશાંતસિંહની બહેન શ્વેતાસિંહએ ટ્વિટર પર એક વીડિયો શેયર કર્યો

સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ ટ્વિટર પર એક વીડિયો શેયર કર્યો છે. જેમા ખુદને હોસ્પિટલનો કર્મચારી ગણાવતો શખ્સ દાવો કરી રહ્યો છે કે સુશાંતના ગળા પર નિશાન હતું અને તેનો પગ તૂટેલો હતો. તો બીજી તરફ સીબીઆઈ કેસની સઘન તપાસ કરી રહી છે અને મુખ્ય આરોપીઓના પોલિગ્રાફ ટેસ્ટની શક્યતા છે.

watch video
new video Watch Video
સુશાંતસિંહ રાજપૂત કેસમાં એક્ટરનો મિત્ર સિદ્ધાર્થ પિઠાની અને દિપેશ સાવંત સરકારી સાક્ષી બનવા માટે તૈયાર

સુશાંતસિંહ રાજપૂત કેસમાં એક્ટરનો મિત્ર સિદ્ધાર્થ પિઠાની અને દિપેશ સાવંત સરકારી સાક્ષી બનવા માટે તૈયાર થયા છે. તો સીબીઆઈએ દિવંગત એક્ટરની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની લાંબી પૂછપરછ કરી છે. રિયા પાસે સુશાંતની સારવારના સેશન્સના કાગળ માંગવામાં આવ્યા છે. તો 31 ઓગસ્ટે ગૌરવ આર્યાની ઈડી પૂછપરછ કરશે.

watch video