ગાંધીનગરમાં LRD ઉમેદવારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. સતત બીજા દિવસે LRD ઉમેદવારો દ્વારા વિરોધ નોંધાયો. પોલીસે 20 જેટલા યુવકોની અટકાયત કરી છે. વધુ યુવકો ઉમટે તેવી સંભાવનાના પગલે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગઈકાલે પણ 179 યુવકો સામે નોંધાઈ હતી ફરિયાદ.
ભાવનગરના રસાલામાં ડિમોલિશનનો વિરોધ થયો હતો. સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરતા કામગીરી બંધ કરાઈ હતી. રસ્તાની જમીન પર 45 ગેરકાયદે બાંધકામ છે. મનપા દ્વારા બાંધકામ તોડવા પહેલાથી નોટિસ આપી હતી.
પોરબંદરમાં ખેડૂતો દ્વારા કૃષિબીલનો વિરોધ કરાયો છે. જેમાં ખંભોદર ગામે યુથ કોંગ્રેસ સહિત ખેડૂતોએ વિરોધ કર્યો છે. તેમાં ખેતરની માટી હાથમાં લઈને શપથ લીધા છે. તથા કૃષિ બીલને રદ કરવાની માગ સાથે વિરોધ કર્યો છે.
કૃષિ બિલના વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે. આજે ખેડૂતો ભૂખ હડતાળ કરશે. સરકારે 40 ખેડૂત સંગઠનોને પ્રસ્તાવ મોકલ્યો છે. કૃષિ મંત્રાલયના સચિવે વાતચીત માટે પ્રસ્તાવ મોકલ્યો છે. 3 દિવસ ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન કરશે. 25થી 27 ડિસેમ્બર સુધી ટોલ પ્લાઝા પર પ્રદર્શન કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કૃષિ ક્ષેત્રમાં લાગુ કરેલા નવા કાયદાનો (New Agriculture Rules) વિરોધ કરી રહેલા દેશના રાજકીય પક્ષોનો બરાબરનો ઉધડો લીધો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ જ રાજકીય પક્ષો પોતાના ચૂંટણી ઢંઢેરા (Election Manifesto) માં આ જ પરિવર્તનની વાત કરતા હતાં, પરંતુ આજે અમારી સરકારે તે કરી બતાવ્યું તો […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કૃષિ ક્ષેત્રમાં લાગુ કરેલા નવા કાયદાનો (New Agriculture Rules) વિરોધ કરી રહેલા દેશના રાજકીય પક્ષોનો બરાબરનો ઉધડો લીધો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ જ રાજકીય પક્ષો પોતાના ચૂંટણી ઢંઢેરા (Election Manifesto) માં આ જ પરિવર્તનની વાત કરતા હતાં, પરંતુ આજે અમારી સરકારે તે કરી બતાવ્યું તો […]
કોરોના કાળમાં વિદ્યાર્થીઓ પુરતું શિક્ષણ નથી મેળવી શક્યા ત્યારે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની માગ સાથે કચ્છ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિધાર્થી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સાથે જ આગામી દિવસોમાં લેનાર પરીક્ષા પ્રશ્ન પત્ર સરળ કરવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે. તેમજ સેમેસ્ટર 4ની પરીક્ષા ફી વિધાર્થીને પરત આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર […]
બનાસકાંઠાના ડીસામાં કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સામાજિક મંચે વિરોધ નોંધાવ્યો છે. તેમાં મામલતદારને આવેદન આપી રજૂઆત કરી છે. તથા કૃષિ કાયદો રદ કરવાની માગ કરી છે.
કૃષિ કાયદા મુદ્દે વિપક્ષે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે. જેમાં રાહુલ ગાંધી સહિત 5 નેતાઓએ મુલાકાત કરી છે. તેમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતુ કે ચર્ચા વગર બિલ પાસ કર્યા છે. સરકારે ખેડૂતોનો વિશ્વાસ ગુમાવ્યો છે. તથા શરદ પવારે જણાવ્યું છે કે સરકારે ખેડૂતોની વાત માનવી જોઈએ. કૃષિ કાયદા પર યોગ્ય વિચારણાં નથી થઈ.
દેશની રાજનીતિમાં ભાજપે એક નવા શબ્દને જન્મ આપ્યો છેઃ ગુપકાર ગેંગ… વિરોધીઓને બચાવના પક્ષમાં મુકી ‘ગેંગ’ની પરિભાષામાં સમાવેશ કરવાનું આ પોલિટિક્સ અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું જુનું પોલિટિક્સ છે…
2018 © Sandesh.