Tags

new video Watch Video
સરકારી નોકરી મેળવવા ઉમેદવારે પરીણામ સાથે ચેડા કર્યા

સરકારી નોકરી મેળવવા ઉમેદવારે પરીણામ સાથે ચેડા કર્યા. GPSCના પરિણામમાં ચેડા કરનાર ઉમેદવાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કચ્છના અંજારના ઉમેદવાર ભાવિક અડીએચા સામે ફરિયાદ નોંધાઈ. પરિણામમાં પોતાનું નામ ઉમેરી ખોટા દસ્તાવેજ ઉભા કર્યા. પરિણામ સાથે ચેડા કર્યા બાદ GPSCમાં અરજી કરી હતી.

watch video
new video Watch Video
કચ્છ: ભુજમાં ધોધમાર વરસાદ, બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા

કચ્છ: ભુજમાં ધોધમાર વરસાદ વરસ્યો. 2 ઈંચ વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા તો પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી ફેઈલ ગઈ.

watch video
new video Watch Video
કચ્છમાં ભારે વરસાદથી અબડાસા પંથકના ખેડૂતોને નુકસાન

કચ્છમાં મેઘરાજાના આગમનને પગલે અબડાસા પંથકના ખેડૂતોમાં ખુશીની સાથે સાથે ચિંતાતુર બન્યા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ જતાં ખેડૂતોના પાકને નુકશાન થવા પામ્યું છે.

watch video
new video Watch Video
કચ્છમાં સતત વરસી રહેલા વરસાદને કારણે 24 કલાકથી સંપૂર્ણ વ્યવહાર બંધ

કચ્છમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક ગામોમાં ઘોડાપુરની સ્થિતી સર્જાઇ છે. અબડાસાના મોટી સીંઘોડી ગામે નદી બે કાંઠે વહેતા રસ્તો બંધ થઇ ગયો છે. ગામોને જોડતા મુખ્યમાર્ગો બંધ થઇ જતા અનેક લોકો અટવાયા છે.

watch video
new video Watch Video
કચ્છમાં મેઘાની ધમાકેદાર બેટીંગ, વરસાદને કારણે જળાશયો ભરાયા

કચ્છમાં મેઘાની ધમાકેદાર બેટીંગ થઇ છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે જળાશયો ભરાઇ ગયા છે. મધ્યમ સિંચાઇના 20 ડેમમાંથી પાંચ ડેમ ઓવરફ્લો થયા છે. મુન્દ્રા તાલુકાનો સમાધોધા ડેમ, અબડાસા તાલુકોનો કંકાવટી ડેમ માંડવી ડૉણડેમ, રાપરનો ફતેહગઢ ડેમ ઓવરફ્લો થયો છે. માંડવીનો વિજય સાગરડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. વિજય સાગર ડેમમાં 80 ટકા જેટલા પાણીની આવક થઈ […]

watch video
new video Watch Video
કચ્છમાં 5 લોકો સાથે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ

કચ્છમાં 5 લોકોનો આબાદ બચાવ થયો છે. જેમાં 5 લોકો સાથે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ હતી. મોથડા પાપડીમાં પાણીમાં કાર ફસાઈ જતાં સ્થાનિકોએ તમામ લોકોને બચાવ્યા હતા.

watch video
new video Watch Video
કચ્છ: ભારે વરસાદથી રસ્તો ધોવાયો

કચ્છમાં ભારે વરસાદથી રસ્તો ધોવાયો છે. જેમાં મુન્દ્રા-માંડવી રાજ્ય ધોરીમાર્ગ બંધ થયો છે. તથા નાના ભાડીયા-ત્રગડી વચ્ચે પુલ ધોવાયો છે. વરસાદથી પુલ ધોવાતા રસ્તો બંધ થઇ ગયો છે.

watch video
new video Watch Video
કચ્છમાં સાર્વત્રિક મેઘમહેર, નિચાણવાડા વિસ્તારોને સાવચેત રહેવા તંત્ર દ્વારા એલર્ટ

કચ્છમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. જેમાં જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. તથા મધ્યમ સિંચાઇના 3 ડેમ ઓવરફ્લો થયા છે. તેમજ મુન્દ્રા તાલુકાનો કારાધોધા ડેમ ઓવરફ્લો થયો છે. તથા અબડાસાનો કંકાવટી ડેમ, રાપરનો ફતેહગઢ ડેમ પણ ઓવરફ્લો થયો છે. તેમાં નિચાણવાડા વિસ્તારોને સાવચેત રહેવા તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.

watch video
new video Watch Video
મુન્દ્રા તાલુકામાં દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ

મુન્દ્રા તાલુકામાં દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો. મુન્દ્રાના રસ્તાઓ પણ પાણી ભરાયા. ભુજ અને માંડવીમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો તો મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો.

watch video
new video Watch Video
કચ્છ: માંડવીમાં મેઘમહેર યથાવત, ખેડૂતોમાં ખુશીનો માહોલ

કચ્છ: માંડવીમાં મેઘમહેર યથાવત છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. પંથકમાં મગફળીને વાવણી લાયક વરસાદ થયો છે.

watch video