Tags

new video Watch Video
જૂનાગઢ જિલ્લામાં આવેલા જળાશયો સુકાયા

15 જૂનથી સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થયો પરંતુ જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ન થતા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જિલ્લામાં આવેલા 17 જળાશયોમાંથી છ જળાશયોમાં ૩૦ ટકાથી વધુ પાણીનો જથ્થો, જ્યારે ૧૧ જળાશયોમાં માત્ર ૨૦ ટકાથી ઓછું વધુ પાણી છે.. જુલાઈ માસનો પ્રારંભ થઇ ગયો છે તેમ છતાં વરસાદ આવ્યો નથી..આગામી દિવસોમાં આવી જ સ્થિતિ રહેશે […]

watch video
new video Watch Video
જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે 1,37,650 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કરાયું

ચોમાસાના આગમન સાથે ખેડૂતો વાવણીમાં જોતરાયા છે. જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે 1,37,650 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વર્ષે મગફળી અને સોયાબીનનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે. કપાસમાં ઇયળોના ઉપદ્રવને લઇને ખેડૂતો સોયાબીનના વાવેતર તરફ વળ્યા છે. જોકે ગત વર્ષ કરતા આ વર્ષે વાવણી ઓછી થઇ હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

watch video
new video Watch Video
વાવઝોડાથી વિસાવદરમાં ઝાડ અને વીજપોલ ધરાશાયી

ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં વિસાવદર તાલુકામાં સૌથી વધુ તારાજી સર્જાઇ છે. અસંખ્ય ઝાડ અને વીજપોલ ધરાશાયી થયા. મોટાપાયે ખેતીના પાકને નુકસાન થયું અને ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો. ત્યારે સરકાર રાહત પેકેજ જાહેર કરે અને ગામડાઓમાં તાત્કાલિક વીજ પુરવઠો ફરીથી પૂર્વવત કરે તેવી માંગણી વિસાવદર મત વિસ્તારના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કરી.

watch video
new video Watch Video
જૂનાગઢ જિલ્લાના પશુપાલકોની માટે ખૂશીના સમાચાર

જૂનાગઢ જિલ્લાના પશુપાલકોની માટે ખૂશીના સમાચાર છે. જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પ્રતિ કિલો ફેટ દીઠ રૂપિયા 20નો વધારો જાહેર કરવામાં આવતા પશુપાલકોમાં ખુશી ફેલાઇ છે. જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા 408 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ મારફતે દરરોજના 1.70 લાખ લીટર દૂધ એકત્ર કરવામાં આવે છે. વધતી જતી મોંઘવારી અને પશુપાલનમાં વધી […]

watch video
new video Watch Video
જૂનાગઢ જિલ્લમાં પ્રથમવાર સ્ટ્રોબેરીનું વાવેતર કરવામાં આવ્યું

ખેડૂતોએ પણ હવે ખેતી માટે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. જૂનાગઢ જિલ્લમાં પ્રથમવાર સ્ટ્રોબેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. અને તેમાં ખેડૂતને સફળતા પણ મળી છે.  

watch video
new video Watch Video
જૂનાગઢ જિલ્લામાં 100ટકાથી વધુ વરસાદ ખાબક્યો

જૂનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે ખેડૂતો હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઇ ગયો છે. જેમાં જિલ્લામાં ચાલુ વર્ષે 100 ટકા કરતા પણ વધુ વરસાદ પડતાં નદીઓ ગાંડીતૂર બની છે. તેમાં ખેતરોમાં પાણી ફરી વળતાં ઉભાપાકને મોટું નુકસાન પહોંચ્યું છે. જેને લઈને સરકાર દ્વારા તાત્કાલિક સરવે કરવામાં આવે અને પાકવીમો ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે.  

watch video
new video Watch Video
જૂનાગઢ જિલ્લામાં લોકોના ઘરોમાં પાણી ભરાયા

ભારે વરસાદના પગલે જૂનાગઢ જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. સતત વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

watch video
new video Watch Video
જૂનાગઢ જિલ્લામાં ફરી હોનારત જેવી પરિસ્થિતિ સર્જાઈ

જૂનાગઢ જિલ્લામાં ફરી હોનારત જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. છેલ્લા બે દિવસથી વરસાદે સમગ્ર જૂનાગઢ જિલ્લાને ઘમરોળી નાખ્યો છે અને ખેતરની અંદર 15થી 20 ફૂટ જેટલા પાણી ભરેલા છે. વંથલી પંથકમાં ઓઝતના પાણી ફરી વળતા ખેતરો જળબંબાકાર બની ગયા છે. વંથલીના ચીકુ, આંબા, સીતાફળી, રાવણાના બગીચાઓમાં 15થી 20 ફૂટ જેટલા પાણી ભરેલા છે. આ ઉપરાંત […]

watch video
new video Watch Video
જૂનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોએ નુકસાનનો સામનો કરવો પડ્યો

જૂનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોએ નુકસાનનો સામનો કરવો પડ્યો છે. ખેતરોમાં ઘુંટણ સમા પાણી ભરાયા છે. મગફળી કપાસ અને સોયાબીનનો પાક સાવ નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.  

watch video
new video Watch Video
જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ

જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મેંદરડા, વિસાવદર, વંથલી પંથકમાં વરસાદ વરસ્યો. માણાવદર, કેશોદ, ભેસાણમાં વરસાદ જોવા મળ્યો.

watch video
News Publisher Detail