Tags

new video Watch Video
ગુંડાઓ ગુંડાગીરી છોડે અથવા ગુજરાત છોડે : CM વિજય રૂપાણી

સીએમ રૂપાણીનો પેટાચુંટણીમાં આક્રમક પ્રચાર શરૂ થઇ ગયો છે. જેમાં સીએમ વિજય રૂપાણીની ગુંડાઓને ચીમકી છે કે ગુંડાઓ કાન ખોલીને સાંભળી લો ગુંડાઓ ગુંડાગીરી છોડે અથવા ગુજરાત છોડે. અમે કડક કાયદાઓ લાવ્યા છીએ. લુખ્ખાઓ જમીન પહેલા પડાવી લેતાં હતાં. જેમાં ગુંડા વિરોધી કાયદો અમે લાવ્યા છીએ.  

watch video
new video Watch Video
ગરીબોની થાળી હજમ કરવાનું કૌભાંડ ઝડપાયું

રાજ્યમાં થોડા સમયથી ગરીબોના રાશનની ચોરી કરતાં માફિયાઓનો ધંધો ફુલ્યો ફાલ્યો છે. ગુજરાતમાં બે જ દિવસમાં ત્રણ જિલ્લાઓમાંથી ગરીબોનું અનાજ હજમ કરતાં કાળાબજારીઓ પકડાયા છે.

watch video
new video Watch Video
સસ્તા અનાજની કાળાબજારી કરનારાને પાસા કરાશે

સસ્તા અનાજની કાળાબજારી કરનારાને પાસા કરાશે. જેમાં લીંબડીયામાંથી કાળાબજારી કૌભાંડ ઝડપાયું હતું. તેમાં ગાંધીનગર ક્રાઈમ બ્રાંચે વધુ એક આરોપીને ઝડપ્યો છે. તેમજ કાળાબજારીમાં 3 આરોપી પાસા હેઠળ જેલહવાલે થશે.

watch video
new video Watch Video
કૃષિ સહાય પેકેજના વળતરની અત્યાર સુધી 3 લાખથી વધુ ખેડૂતોને ચૂકવણી કરાઇ

કૃષિ સહાય પેકેજના વળતરની અત્યાર સુધી 3 લાખથી વધુ ખેડૂતોને ચૂકવણી કરાઇ છે. જેમાં કૃષિમંત્રી આર.સી.ફળદુએ નિવેદન આપ્યું છે તેમાં જણાવ્યું છે કે 15.07 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તથા 31 ઑક્ટોબર સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે. જેમાં 20 જિલ્લાના ખેડૂતોને વળતર ચૂકવાશે. તથા 5 દિવસ બાદ ટેકાના ભાવે મગફળી ખરીદી કરાશે.  

watch video
new video Watch Video
ગાંધીનગર એકેડેમી ખાતે પોલીસ શહાદત દિવસની યાદમાં પરેડ

ગાંધીનગર કરાઈ એકેડેમી ખાતે પરેડ રાખવામાં આવી. પોલીસ શહાદત દિવસની યાદમાં પરેડ રાખવામાં આવી. ગૃહરાજ્યમંત્રી અને DGP રહ્યા ઉપસ્થિત. પોલીસ અધિકારી, કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે.

watch video
new video Watch Video
વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટની બેઠક

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટની બેઠક. ગાંધીનગર ખાતે મળનારી બેઠકમાં પાછોતરા વરસાદ અને મગફળીની ખરીદી પ્રકિયા પર, 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી અને કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તો ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાનના કાર્યક્રમની વ્યુહ રચના પણ ઘડાશે. તહેવારોમાં કોરોના કાબૂમાં રહે તે માટે એક્શન પ્લાન ઘડવા અંગે ચર્ચા થશે.

watch video
new video Watch Video
આવતીકાલથી નહીં આ દિવસેથી મગફળીની ખરીદી શરૂ થશે

આવતીકાલથી મગફળીની ખરીદી શરૂ નહીં થાય એવા સમાચાર મળ્યા છે. માહિતી મળી છે કે સોમવારથી મગફળીની ખરીદી શરૂ થશે.  વરસાદના કારણે 5 દિવસ કામગીરી સ્થગિત રાખવામાં આવી છે. ભેજના કારણે મગફળી રિજેક્ટ થતી હોય છે.

watch video
new video Watch Video
ગુજરાતમાં શિક્ષકોને મળશે 21 દિવસનું દિવાળી વેકેશન

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એક અગત્યની જાહેરાત કરાઈ છે. શિક્ષકોને 21 દિવસનું દિવાળી વેકેશન મળશે. 29 ઓક્ટો.થી 18 નવેમ્બર સુધી શિક્ષકોને દિવાળી વેકેશનનો લાભ મળશે. આ વખતે કોરોનાની રજાઓ ઉપરાંત દિવાળી વેકેશન મળતા શિક્ષકોમાં આનંદની લાગણી જોવા મળી.

watch video
new video Watch Video
ગાંધીનગર સેક્ટર – 2માંથી ડ્રગ્સ ઝડપાયું

રાજ્યના પાટનગર ગાંધીનગર સેક્ટર 2માંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. MD ડ્રગ્સ સાથે SOG પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી છે. SOG પોલીસે રૂપિયા 7.47 લાખની MD ડ્રગ્સની 151 ગોળી જપ્ત કરીને ઋષિક દવે નામના શખ્સને ઝડપ્યો છે. પોલીસની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે જેમાં અમદાવાદમાં મોટેરાના પીષુય સાલ્વીએ આ મુદ્દામાલ મોકલ્યો હતો. આ ઘટના […]

watch video
new video Watch Video
હેડલાઈન @ 8 AM

પેટાચૂંટણીમાં આજે ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ… 8 બેઠક પર 102 ઉમેદવારી ફોર્મ રખાયા છે માન્ય… સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ… આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી… માવઠાને કારણે સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળીના પાકને નુકસાન… તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને નુકસાન… રાજ્યમાં કોરોનાના નવા 1091 કેસ… વધુ 9 દર્દીના મોત… સુરતમાં નવા 239 […]

watch video