Tags

new video Watch Video
ડીસા તાલુકા સંઘમાં કૌભાંડનો મુદ્દો

ડીસા તાલુકા સંઘમાં કૌભાંડનો મુદ્દો સામે આવ્યો છે. ખોટી મંડળીઓને રૂ.4.60 કરોડનું ખાતર વેચવામાં આવ્યું હતું. બાકીમાં બિયારણ-ખાતર આપી કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

watch video
new video Watch Video
રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ

રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ચૂકી છે….પરતું ક્યાંક ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોમાં નિરસતા દેખાઈ રહી છે…..

watch video
new video Watch Video
ટેકાના ભાવે મગફળી ખરીદીનો બીજો દિવસ, મગફળી વેચવામાં ખેડૂતો નિરસ

ટેકાના ભાવે મગફળી ખરીદીનો બીજો દિવસ છે. ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતો નિરસ છે. પ્રથમ દિવસે 247 ખેડૂતોની મગફળી ખરીદાઈ છે. 4442.75 ક્વિંટલ મગફળીની પ્રથમ દિવસે ખરીદી. ટેકા કરતા બજારમાં ભાવ વધુ મળતા નિરસતા જોવા મળી. રૂ.1055ના ભાવે ખેડૂત દીઠ 2500 કિલો ખરીદાશે. ગુજરાતના 4, 70, 379 ખેડૂતોનું રજિસ્ટ્રેશન.

watch video
new video Watch Video
પાલનપુરઃ APMC ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

પાલનપુર APMC ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે એકપણ ખેડૂત આવ્યા જ નહીં. દર વર્ષે મગફળીથી ઉભરાતા વજન કાંટા ખાલી ખમ રહ્યા છે. મગફળી ભરવા આવેલા શ્રમિકો પણ કામ વિહોણા બન્યા છે. પાલનપુર માર્કેટયાર્ડમાં આજે 10 ખેડૂતોને મેસેજથી જાણ કરાઇ હતી. પરંતુ હજુ સુધી કોઈ ખેડૂત આવ્યા નથી.

watch video
new video Watch Video
અમરેલીઃ બગસરામાં ટેકાના ભાવે મગફળની ખરીદી શરૂ

અમરેલીના બગસરામાં ટેકાના ભાવે મગફળની ખરીદી શરૂ કરાઇ છે. જોકે ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી છે. બગસરા તેમજ કુંકાવાવ તેમજ વડિયાના આશરે 4500 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. યાર્ડમાં નબળી મગફળીના રૂ. 652 ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ખેડૂતોને ઘરે બેઠા જ રૂ 1000 મળી રહે છે. ત્યારે માર્કેટ યાર્ડમાં ખેડૂતો વેચાણ માટે આવ્યા નથી.

watch video
new video Watch Video
ગીર સોમનાથઃ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

ગીર સોમનાથમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ ૯ કેન્દ્રો પર આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ પ્રથમ દિવસે જ ખેડૂતોમાં નિરસતા સામે આવી છે. ફક્ત એક બે ખેડુતો જ મગફળી વેચવા આવ્યા છે. સરકારી ટેકાના ભાવ કરતા ઓપન બજારમાં ખેડૂતોને વધુ ભાવ મળી રહ્યા છે. જિલ્લામાં […]

watch video
new video Watch Video
જામનગરમાં 6 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

રાજ્યમાં આજથી મગફળીની ખરીદી શરૂ થતા જામનગરમાં પણ 6 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે. જામનગરમાં આજે 45 ખેડૂતોને મગફળી ખરીદી માટે બોલાવવામાં આવ્યા છે. પરંતુ અહી પણ ખુબ જ ઓછી સંખ્યામાં ખેડૂતો ટેકાના ભાવે મગફળી વહેંચવા આવ્યા છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 550 ગાડીની મગફળી ઓપન બઝારમાં આવી છે. ઓપન બઝારમાં […]

watch video
new video Watch Video
ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની રેકોર્ડ બ્રેક આવક થઇ

ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની રેકોર્ડ બ્રેક આવક થઇ છે. દોઢ લાખ ગુણીથી વધુ મગફળીની આવક એક જ દિવસમાં થઇ છે. માર્કેટ યાર્ડમાં મગફળીની આવકનો પ્રારંભ કરતાં માર્કેટ યાર્ડ બહાર 5 કિલોમીટર કરતા વધુ લાંબી કતારો લાગી છે. રેકોર્ડ બ્રેક આવકને પગલે માર્કેટ યાર્ડ મગફળીથી ભરચક થતા યાર્ડ સતાધીશોને માર્કેટ બહારના ગ્રાઉન્ડમાં મગફળીનો જથ્થો ઠાલવવાની ફરજ […]

watch video
new video Watch Video
હળવદ માર્કેટિંગ યાર્ડ બે દિવસોની રજા બાદ ધબકતું

હળવદ માર્કેટિંગ યાર્ડ બે દિવસોની રજા બાદ ધબકતું થયું છે. કપાસની 35 હજાર મણ અને મગફળીની 10 હજાર મણ આવક થઈ છે. આજથી તમામ જણસોની હરાજીની શરૂઆત થઈ છે. મજુરોની ઘટને લઈ બે દિવસ માટે રજા હતી. ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પણ ધબકતું થયું છે. ઓનલાઈન 3600 રજીસ્ટ્રેશન થયા છે. મગફળીના જલ્દી નિકાલ માટે દરરોજના વધારે ખેડૂતો બોલાવવા માંગ કરવામાં આવી […]

watch video
new video Watch Video
જૂનાગઢમાં આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ

આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જીલ્લામાં 52 હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષ કરતાં 17 હજાર ખેડૂતોએ ઓછું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લામાં નવ ખરીદ કેન્દ્ર પર ખરીદી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે 15 ખેડુતોને બોલાવવામાં આવ્યા છે. 20 કીલોના ભાવ રુ.1055 ખેડુતોને મળશે. 25 કીલોની કરવામાં ભરતી આવશે. જૂનાગઢમાં માત્ર બે જ ખેડુતો આવ્યા છે.

watch video