નેતાજીની જન્મ જયંતીના સમારોહમાં મમતા બેનર્જીએ પોતાનું અપમાન થયું હોવાનું કહી પ્રતિક્રિયા આપી છે. કહ્યું કે, માથુ કપાવીશ પરંતુ ભાજપ સામે ક્યારેય ઝુકીશ નહીં.
પ્રદેશ ભાજપમાં નવા 3 નામોની જાહેરાત કરવામાં આવી છે. ઉષાબેન પટેલની પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રાજકોટના પૂર્વ મેયર બિના આચાર્યની પ્રદેશ મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. મહેશ મોદી IT સેલના સહકન્વીનર બન્યા છે.
સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીને લઈને NSUI દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પૂર્વ રાષ્ટ્રીય NSUI મહામંત્રીશાહનવાઝ શેખે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, અમદાવાદના પ્રથમ મેયર અને દરિયાપુર વોર્ડના કોર્પોરેટર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અમદાવાદ ના વિકાસ માં કોંગ્રેસ નો સિંહફાળો છે. કોરોનાકાળમાં કોંગ્રેસ શાસનમાં બનેલી હોસ્પિટલ આરોગ્ય ભવનો કામે લાગ્યા છે. અમદાવાદ શહેર ના નિર્માણ માં કોંગ્રેસે અનેક વિકાસના કામો […]
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપનું મિશન શરૂ થયુ છે. તેમાં ભાજપે મિશન ઓલઆઉટની જાહેરાત કરી છે. જેમાં ગોધરાથી CMએ શંખનાદ સાથે શરૂઆત કરાવી છે. તથા આગામી ચૂંટણીમાં ભવ્ય વિજયની અપીલ કરી છે. તેમાં CM રૂપાણી, સી.આર.પાટીલે સરપંચોનો સંબોધન કર્યુ છે. તથા ગોધરામાં ભાજપ કાર્યાલયનું ઉદ્ધાટન કરાયું છે.
સુરત શહેર ભાજપ મહામંત્રીએ રાજીનામું આપ્યું છે. લલિત વેકરિયાએ એક વ્યક્તિ એક હોદ્દો સૂત્રને લઇને મહામંત્રી પદેથી રાજીનામું છે. લલિત વેકરિયા વોર્ડ નંબર 7થી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માંગે છે. જેમાં કોર્પોરેશનની ટિકિટ માટે ભાજપ મહામંત્રી પદેથી રાજીનામુ આપ્યું હોવાની ચર્ચા છે.
સ્થાનિક સ્વકાજની ચૂંટણી આવી રહી છે. ત્યારે વડોદરામાં ભાજપ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરાઇ છે. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્યોમાં પોતાના પુત્રોને ટિકિટ અપાવવાની હોળ જામી છે. તેમાં ડભોઈ, વાઘોડિયા, સંખેડાના ધારાસભ્યો પોતાના પુત્રને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાવા માંગે છે. જેમાં વોર્ડ – 15માં પુત્રને ટિકીટ માટે 3 ધારાસભ્યો મેદાનમાં આવ્યા છે. તથા 19 […]
મનપાની ચૂંટણીને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જેમાં આવતીકાલે સેન્સ લેવાની પ્રક્રિયાનો અંતિમ દિવસ છે. તેમાં 29 જાન્યુઆરી બાદ ઉમેદવારોના નામ નક્કી થશે. તેમજ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થશે.
નરોડામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં બબાલ થઈ. કોર્પોરેટર અને બક્ષીપંચના પ્રમુખને માર્યો માર. યુવા મોરચાના કાર્યકરે હુમલો કર્યાનો આરોપ છે. ટિકિટ કેમ માગી તેમ કહી હુમલો કર્યાનો આરોપ છે. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં જ ભાજપમાં ભડકો જોવા મળ્યો. RSPના રાજેશ આયરેના ભાજપ પ્રવેશથી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. વોર્ડ 9 બાદ વોર્ડ 8ના ના હોદ્દેદારોના રાજીનામા. શહેર ભાજપ પ્રમુખ વિજય શાહને રાજીનામા સોંપ્યા.
ઘાટલોડિયાના ભાજપના પૂર્વ કોર્પોરેટરના ત્રાસથી આપઘાત કર્યો છે. જેમાં યુવકે પેટ્રોલ પંપ પર પેટ્રોલ છાંટી આગ લગાવી હતી. તેમાં પરિવારના સભ્યોએ પોલીસને રજૂઆત કરી છે. તથા 7 દિવસ અગાઉ મૃતક ગામડેથી અમદાવાદ આવ્યો હતો. જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર જીતુ રાણા સામે ફરિયાદ કરાઇ છે.
2018 © Sandesh.