વેક્સિનેશનને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેમાં રાજ્યભરના 161 સેન્ટર પર વેક્સિનેશન શરૂ થશે. તેમાં અમદાવાદમાં 16, સુરતમાં 14, વડોદરા અને રાજકોટમાં 6 – 6 સેન્ટર ઉભા કરાયા છે. તથા દ્વારકા, ગાંધીનગર, જૂનાગઢમાં એક સેન્ટર છે. તેમજ સાંસદ અને ધારાસભ્યોને જવાબદારી સોંપાઈ છે.
ઉત્તરાયણ દરમિયાન ઉપયોગમાં લેવાતી ધારદાર દોરી દ્વારા અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે કોરોના અને બર્ડ ફ્લૂની દહેશતની વચ્ચે પક્ષી બચાવો સંસ્થાઓના સ્વંયસેવકો પીપીઈ કીટ અને ગ્લોઝ પહેરીને રેસ્ક્યુ કરે છે. ઘાયલ પશુ પક્ષીઓને સારવાર આપવા માટે ઓપરેશન થિયેટર, ઓપીડી અને આઇસીયુ પણ બનવવામાં આવે છે. જીવદયા ટ્રસ્ટમાં ઉતરાયણના દિવસે 400 જેટલા પક્ષીઓને સારવાર […]
અમદાવાદના વિરમગામમાં જૂથ અથડામણ થઇ છે. જેમાં જૂની મીલ ચાલી વિસ્તારમાં અથડામણમાં 3 ઘાયલ થયા છે. તેમાં અગાઉની અદાવતમાં જૂથ અથડામણ થઈ છે.
ઉત્તરાયણની ઉજવણી વચ્ચે ઈમરજન્સી કેસ વધ્યા છે. જેમાં ગુજરાતમાં 3 વાગ્યા સુધીમાં 1650 ઈમરજન્સી કેસ સામે આવ્યા છે. તેમાં 3 વાગ્યા સુધી દોરી વાગવા, પડી જવાના 93 કેસ સામે આવ્યા છે.
સંદેશ ન્યૂઝ ફરી એકવાર લોકોના પ્રશ્નોના ઉકેલ માટેનુ ધારદાર માધ્યમ બન્યુ છે. જેમાં અમદાવાદના દેત્રોજ ખાતે ખેડૂતો હેરાન પરેશાન હતા. અનેક રજૂઆત બાદ પણ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નહોતો આવતો. ખેડૂતોની તે સમસ્યાનો રિપોર્ટ સંદેશ ન્યૂઝે દર્શાવ્યો. અને તાત્કાલીક સમસ્યાનો ઉકેલ આવ્યો છે.
અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ ફરિયાદ થઇ છે. જેમાં એક દિવસમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તેમાં સરખેજ, એલિસબ્રિજ અને સોલામાં ફરિયાદ થતા પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. તથા એલિસબ્રિજમાં ગૌચર જમીન પર કબજો કર્યો હતો.
અમદાવાદમાં પોલીસ દ્વારા ડ્રોન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શાહપુરમાં ડ્રોનથી પોલીસની બાજનજર છે. તથા સંવેદનશીલ વિસ્તારમાં RAFનું ફૂટ પેટ્રોલિંગ છે. તેમાં જાહેરનામાનો અમલ કરાવવા ડ્રોનથી નજર રાખવામાં આવે છે.
અમદાવાદમાં પતંગના દોરીથી 5 દુર્ઘટના બની છે. જેમાં જુહાપુરા, વેજલપુરમાં ગળું કપાતા મોત થયા છે. તથા વસ્ત્રાલમાં 3 લોકોને દોરી વાગતા ઈજા પહોંચી છે.
SG હાઈવે પરના વધુ એક બ્રિજનું લોકાર્પણ કરાશે. તેમાં અડાલજ પાસે ઉવારસદ જંકશન ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં લોકાર્પણ કાર્યક્રમમાં Dy.CM નીતિન પટેલ હાજર રહેશે. તથા અંદાજે 17 કરોડોના ખર્ચે ઓવરબ્રિજ તૈયાર થયો છે. તેમાં નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલ અને સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય શંભુજી અને મેયર રીટાબેન હાજર રહેશે.
2018 © Sandesh.