Tags

new video Watch Video
મહેસાણા – ટીંબા નજીક અકસ્માતમાં 4 ના મોત

મહેસાણા – ટીંબા નજીક અકસ્માતમાં 4ના મોત થયા છે. સતલાસણના ટીંબા નજીક ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો તો અકસ્માતમાં બે બાળકો સહિત એક મહિલા અને પુરૂષનું મોત નિપજ્યું છે. જસપુરીયા ગામના પરીવારને લગ્ન પ્રસંગે વીસનગર જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.  

watch video
new video Watch Video
સુરતમાં ટ્રક પલટી જતા 4નાં મોત, 4 ગંભીર

સુરત હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.. જેમાં 4 લોકોના મોત થયા છે.  પુણા – કુંભારિયા રોડ પર ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો છે.  ધુમ્મસના કારણે ટ્રક ડિવાઈડર સાથે ટકરાઈ હતી. જેમાં 3 પુરુષ સહિત એક મહિલાનું મોત થયું છે. કટરથી ટ્રકનું બોનેટ કાપી 4 મૃતદેહ બહાર કઢાયા છે. જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે […]

watch video
new video Watch Video
ભાવનગરના ઉમરાળા નજીક અકસ્માત, 3નાં મોત-5 ગંભીર

ભાવનગરના ઉમરાળા નજીક જીપ અને ડમ્પર વચ્ચે  અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટના ભાવનગરના ઉમરાળા ચોગઠ ઢાળ નજીક બની છે. આ અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા છે અને   5 લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે. અકસ્માત બાદ ઘાયલોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા છે.

watch video
new video Watch Video
ભાદરણ-કિંખલોડ રોડ પર એસ.ટી. અને ટ્રક વચ્ચે અકસ્માત

આણંદ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં 4 છાત્રો ઇજાગ્રસ્ત થયા છે. આણંદના ભાદરણ-કિંખલોડ રોડ પર એસટી બસ પસાર થઇ રહી હતી. ત્યારે જ સામેથી પૂરઝડપે ટ્રકનો ચાલક ધસી આવ્યો હતો. જેના કારણે બંને વાહનો સામસામા ધડાકાભેર અથડાયા હતાં. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. સદનશીબે અકસ્માતમાં જાનહાનિ ન થતાં સૌએ […]

watch video
new video Watch Video
સુરતમાં પુર ઝડપે દોડતી કારે સર્જ્યો અકસ્માત, ઘટના CCTVમાં કેદ

સુરતમાં આવેલા ડુમ્મસ પીપલોદ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. કારચાલકની બેદરકારીના કારણે ફુલ સ્પીડમાં આવેલી કારે અનેક બાઇકોને અડફેટે લીધી હતી. આ ગમખ્વાર અકસ્માત સીસીટીવીમાં કેદ થઇ હતી.  જેમાં ફુલ સ્પીડમાં આવતી કાર પરનો ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી હોટલમાં ઘુસી ગઇ હતી. આ સમગ્ર ઘટનાની તપાસ ડુમ્મસ પોલીસ હાથ ધરી છે.. […]

watch video
new video Watch Video
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં કાર અકસ્માત, 3નાં મોત, 3 ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં કારને અકસ્માત નડ્યો છે. કાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને તાત્કાલિક રાહે સારવાર આપવામાં આવી રહી છે. સનોરા સીરામિકની કારમાં સવાર લોકો મોરબીથી ગાંધીનગર સીરામિક એક્સપોમાં ભાગ લેવા જતા હતા ત્યારે ધ્રાંગધ્રા નજીક કારને અકસ્માત નડ્યો હતો.  

watch video
new video Watch Video
બગોદરા પોલીસ સ્ટેશન સામે અકસ્માત, 2 લોકોને ઇજા

અમદાવાદના બગોદરા પોલીસ સ્ટેશનની સામે મોડીરાતે અકસ્માત સર્જાયો હતો. રોડની રોંગસાઈડ પર આવતા ટ્રકે પોલીસની 100 નંબરની ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ફરજ પરના 2 પોલીસ કોન્સ્ટેબલોને સામાન્ય ઈજા પહોંચી હતી. બંને કોન્સ્ટેબલોને સારવાર માટે બગોદરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

watch video
new video Watch Video
કોડીનાર હાઈવે પર ત્રિપલ અકસ્માત

કોડિનાર હાઈવે પર ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પ્રવાસી બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં બસમાં સવાર 50 પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો. કલોલથી સોમનાથ જતી બસ કોડિનારના દેવલી ગામ અકસ્માતનો ભોગ બની હતી.

watch video
new video Watch Video
તારાપુર બગોદરા હાઈવે પર ત્રિપલ અકસ્માત, 4નાં મોત

તારાપુર બગોદરા હાઈવે પર ત્રિપલ અકસ્માત થયો છે. કરબારા નજીક ઓનેસ્ટ હોટેલ સામે બે ટ્રક તથા એક કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે. મૃતકમાં બે પુરૂષ અને બે સ્ત્રી સામેલ છે. તમામને પીએમ માટે તારાપુર હોસ્પિટલ ખસેડયા છે. અકસ્માતમાં તમામ મૃતક મહારાષ્ટ્રના રહેવાસીઓ હોવાનું જાણવા […]

watch video
new video Watch Video
મોબાઇલે લીધો 18 વર્ષિય યુવકનો જીવ !!!

વડોદરાના છાણી વિસ્તારમાં 18 વર્ષના કિશન પટેલ પટેલનું રેલવેની હડફેટે મોત થયું છે. કિશન ટ્રેક પર ચાલતા ચાલતા મોબાઈલમાં એટલો મશગૂલ થઈ ગયો હતો કે તેને ના તો ધસમસતી ટ્રેનનો અવાજ સંભળાયો, ના તો ટ્રેનની વ્હીસલ સંભળાઇ કે ના તો તેના મિત્રોનો અવાજ.

watch video
News Publisher Detail