આ રીતે માત્ર 13 વર્ષનાં તિલકે ઉભી કરી પોતાની કંપની, જાણો વિગત

October 13, 2018 3890

Description

પુત્રના લક્ષણ પારણામાંથી જ જોવા મળે છે. મુંબઈના 13 વર્ષના એક બાળક પર આ કહેવત સાચી સાબિત થઇ છે. તેણે નાની ઉંમરમાં એક કંપની ઊભી કરી દીધી છે અને આ કંપની 2 વર્ષમાં 100 કરોડ રૂપિયાની કમાણીનો ટાર્ગેટ નક્કી કરી દીધો છે. એક બેન્કરને બાળકનો આ આઇડિયા એટલો શાનદાર લાગ્યો કે તે પોતાની નોકરી છોડીને તેની કંપનીનો સીઇઓ બનવા પણ તૈયાર થઇ ગયો.

8મા ધોરણમાં ભણતા આ બાળકનું નામ છે તિલક મહેતા, જેણે એક લોજિસ્ટિક કંપની ‘પેપર્સ એન પાર્સલ્સ’ની સ્થાપના કરી. મહત્ત્વની વાત એ છે કે આ એપ ડેવલપ કરી છે 13 વર્ષના અને તિલક મહેતાએ. તિલકે ડબ્બાવાળાઓ માટે પિકઅપ, ડિલિવરી એપ્લિકેશન બનાવી છે. એનું કહેવું છે કે આ કુરિયર સેવા અંતર્ગત ગ્રાહકોને સેમ ડે પિકઅપ અને ડિલિવરીની સુવિધા મળશે.

Leave Comments