ગૌમૂત્ર કેન્સર સહિતની જીવલેણ બિમારીઓનો અકસીર ઈલાજ

November 29, 2018 4145

Description

ગૌમૂત્રના ચમત્કારો માત્ર શાસ્ત્રોમાં લખેલા છે એવું નથી. મોર્ડન સાયન્સ પણ ગૌમૂત્રના ચમત્કારીક ગુણો અને તેમા રહેલા તત્વોનો જે ઉલ્લેખ છે તેને સમર્થન આપે છે. કેન્સર સહિતની જીવલેણ બિમારીઓ માટે ગૌમૂત્ર અક્સિર ઇલાજ છે એ હવે મેડિકલી પણ સાબિત થઇ ચુક્યુ છે.

અને હવે જૂનાગઢ તેમજ ભાવનગર યુનિવર્સિટીના પ્રયોગો પરથી એવુ પણ તારણ આવ્યું છે કે ગૌમૂત્રમાં હ્દય રોગનો ઇલાજ કરી શકે તેમજ ડાયાબિટિસ દરમિયાન લાગેલા ઘા પણ રૂઝાવી શકે તેવા તત્વો હોય છે.

ભાવનગરની તખતસિંહજી હોસ્પિટલ દ્વારા 72 ઉંદર પર કરવામાં આવેલા પ્રયોગમાં ગૌમૂત્રમાંથી કાર્ડીઓ પ્રોટેક્ટીવ તત્વો મળી આવ્યા છે તો જૂનાગઢ કોલેજના પ્રયોગમાં ઘા રૂઝાવવાની ક્ષમતાવાળા તત્વો પણ મળી આવ્યા હતા. ટાઇપ-2 ડાયાબિટીસ દરમિયાન ઘા થયેલા હોય તો રૂઝાવાની ક્ષમતા પણ છે. ઉલ્લેખનિય છે કે 72 ઉંદરો પર 28 દિવસો સુધી પ્રયોગો કરવામાં આવ્યા હતા.

Leave Comments