75 વર્ષના વૃધ્ધ મહિલાએ માત્ર 14 દિવસમાં કરી અધધ કમાણી

November 1, 2018 1415

Description

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પરોસડાગામના જામનિયા ફરીયુંમાં એક વૃધ્ધ મહિલા કે જેમને યુવાનોને પણ શરમમાં મૂકી દે એવી કામગીરી કરી છે. 75 વર્ષની વયે પણ ખડેપગે રહીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ વૃધ્ધ મહિલાએ માત્ર 14 દિવસમાં કરી રૂપિયા 96782 હજારની કમાણી કરી. આ વૃધ્ધ મહિલા ડુંગરોમાં ભેંસો ચરાવતા અને બાજુમાં ટીમરુના પાન વીણીને આ વૃધ્ધ મહિલા સાબિત કરી બતાવ્યું કે હિંમતે મદદ તો મદદે ખુદા.

સાબરકાંઠા જીલ્લાનો વિજયનગર તાલુકો આમ તો આદિવાસી વિસ્તાર છે અને અહીં રહેતા આદિવાસી સમાજના લોકો ખાસ કરીને જંગલ પેદાશો પર પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે ત્યારે આ ગામની એક 75 વર્ષની વૃધ્ધ મહિલાએ ગોબરીબેને એવું કામ કરી બતાવ્યું છે કે જેને જોઈને તમામ લોકો અચરજમાં મૂકાઈ ગયા છે.

Leave Comments