Success Story

new video Watch Video
સુરતમાં ગંદા પાણીથી કરોડોની કમાણી કરાઇ

સુરત ઔદ્યોગિક નગરી છે. ત્યારે ઉદ્યોગોની પાણીની જરૂરીયાત પહોંચી વળવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા નવતર પ્રયાસ કરાયો છે. જેનાથી ઉદ્યોગોને પાણી પણ મળશે અને પાલિકાને કરોડોની કમાણી થશે.

watch video
new video Watch Video
દેશની સેવા કરવા પોલીસ ફોર્સમાં જોડાઈ – ડીવાયએસપી સરિતા ગાયકવાડ

ડીવાયએસપી બન્યા બાદ સરિતા ગાયકવાડે નિવેદન આપ્યું છે કે સરહદે આર્મી જવાનો ફરજ બજાવે છે. દેશની સેવા કરવા પોલીસ ફોર્સમાં જોડાયું છે. મને કલાસ વનની નોકરી સરકારે આપી છે. મારી પાસે ઘણી બધી ચોઈસ હતી પણ પોલીસની નોકરી પસંદ કરી છે. સરકારે મારા ગોલ્ડ મેડલને ધ્યાનમાં લઈ નોકરી આપી છે.

watch video
new video Watch Video
સરિતા ગાયકવાડનું ગુજરાત પોલીસમાં પોસ્ટિંગ થયુ

સરિતા ગાયકવાડનું ગુજરાત પોલીસમાં પોસ્ટિંગ થયુ છે. જેમાં સરિતા ગાયકવાડની DySP તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ટ્વીટ કર્યું છે. જેમાં ડાંગ એક્સપ્રેસ તરીકે સરિતા ગાયકવાડ ઓળખાય છે.

watch video
new video Watch Video
ઓલપાડ તાલુકાના ખેડૂતે નવતર પ્રયોગ કર્યો

ખેડૂતો જો ઇચ્છે તો ટેક્નોલોજી અને થોડી વિવિધતા ઉમેરીને ખેતીને એક નવા સ્તરે લઇ જઇ શકે છે. અને તેનો પુરાવો આપ્યો છે સુરતના ઓલપાડના બે ખેડૂતોએ.  

watch video
new video Watch Video
કચ્છના રણમાં અને અખાતમાં થતા મીઠાનો વ્યવસાયમાં તેજી

કચ્છના રણમાં અને અખાતમાં ઉત્પાદિત થતા મીઠાનો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો છે. કચ્છનો મીઠા ઉદ્યોગ દેશની 75 ટકા જરૂરીયાત સંતોષે છે. દેશમાં જ નહીં હવે તો વિદેશમાં પણ કચ્છના મીઠાની માંગ વધી છે. ત્યારે વિદેશમાં નિકાસ શરૂ થતા ધંધામાં તેજી આવી છે.

watch video
new video Watch Video
મહેસાણાના ખેડૂતની અનોખી ખેતી, રોગ સામે રક્ષણ અને કમાણી બમણી

આજના વાતાવરણ અને ખેતીમાં આવતા અવનવા રોગ કે અન્ય કારણોસર ખેડૂતોના પાકને નુકશાન થાય છે. જેથી મહેસાણા જિલ્લાના નંદાસણના ખેડૂતે આફતોમાંથી બચવા માટે ખેતીમાં બદલાવ લાવી દરેક રીતે ઉપયોગી એવા ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું. તેનાથી શું ફાયદા છે. આવો જોઇએ રિપોર્ટમાં.

watch video
new video Watch Video
અમદાવાદના સત્યમ પાલે ધોરણ 10માં 91 પરસેન્ટાઇલ મેળવ્યા

ધોરણ 10નું પરિણામ જાહેર થઇ ગયું છે ત્યારે મિલકામદારના દિકરાની મહેનત રંગ લાવી છે. સત્યમ પાલે 91 પરસેન્ટાઇલ મેળવ્યા છે. અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે. સત્યમ પાલને એન્જીનીયર બનવાની ઇચ્છા છે.. આખુ વર્ષ નિયમિત વાંચન કરીને સત્યમ પાલે સફળતા મેળવી છે.. દિકરાને મળેલી સફળતાથી માતા-પિતા પણ ખુશ છે..  

watch video
new video Watch Video
ધીરૂભાઇ ઉકાણીએ વતનમાં તળાવો-ચેકડેમ બનાવી દૂર કરી પાણીની સમસ્યા

અમરેલી જિલ્લાના ઇંગોરાળાના વતની અને હાલ સુરતમાં વ્યવસાય કરતા ધીરૂભાઇ ઉકાણીએ ગામમાં 11 તળાવો અને ચેકડેમ બનાવીને પાણીની સમસ્યા દૂર કરી છે. હાલ જિલ્લામાં વરસાદને પગલે આ તળાવ અને ચેકડેમ ભરાઇ ગયા છે.. ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ તળાવના પાણીનો લાભ આસપાસના 2600 વીઘા જમીનની ખેતીને મળ્યો છે.. હવે આ પાણીથી ખેડૂતો […]

watch video
new video Watch Video
અમદાવાદના કૌશલ સુથારે ધોરણ 10માં 92 પરસેન્ટાઇલ મેળવ્યા

અમદાવાદમાં સુથારી કામ કરનારના દીકરાએ 92 પેરસેન્ટાઈલ મેળવ્યા છે. કૌશલ સુથારની મહેનત રંગ લાવી છે. તે હવે મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માગે છે. રોજના 3થી 4 કલાકનું વાંચન કૌશલ કરતો હતો. પુત્રની સફળતામાં માતા-પિતાનું યોગદાન મહત્વનું રહ્યું છે.. ત્યારે પરિવારમાં ખુશી જોવા મળી છે.  

watch video
new video Watch Video
ગીરના ખેડૂતે એક જ આંબા પર 30થી વધુ જાતની કેરી ઉગાડી

ગીરના પ્રગતિશીલ ખેડૂતે એક જ આંબા પર 30થી વધુ જાતની કેરી ઉગાડીને અનોખી સિદ્ધી પ્રાપ્ત કરી છે. આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરીને એક જ આંબા પર ઇઝરાઇલ, ઇજિપ્ત, અમેરિકા, બાંગ્લાદેશ સહિતના દેશોની કેરી સાથે નવાબીકાળની અનેકવિધ જાતો ઉગાડી છે. જે આંબે ઝૂલી રહી છે.  

watch video
new video Watch Video
કચ્છમાં ખેડૂતો કેસર કેરીનું વાવેતર કરી દેશ વિદેશમાં કરે છે નિકાસ

કચ્છ જિલ્લામાં છેલ્લા દોઢ દાયકાથી બાગાયત ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે. કચ્છમાં ખેડૂતો કેસર કેરીનું વાવેતર કરી દેશ વિદેશમાં કેસર કેરીની નિકાસ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે.

watch video
new video Watch Video
કૈયલ ગામની મહિલા દ્વારા ભેંસના દૂધમાંથી લાખોની કમાણી

મહેસાણા જિલ્લો પશુપાલન પર નભે છે. ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા કૈયલ ગામની મહિલા હેતલબેન પટેલ ભેંસના દૂધમાંથી લાખોની કમાણી કરે છે. રોજનું 350 લીટર દૂધ ભરાવીને તાલુકાકક્ષાએ હેતલ પટેલે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

watch video