લગ્ન પ્રસંગમાં વધુ એક ફાયરિંગની ઘટના

February 13, 2019 935

Description

લગ્ન પ્રસંગમાં વધુ એક ફાયરિંગનની ઘટના સામે આવી છે.. ગઈકાલે કચ્છમાં ફાયરિંગ બાદની ઘટના બાદ હવે સુરતમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કર્યુ હોવાનું સામે આવ્યુ છે.. સૂરત લગ્ન પ્રસંગમાં વરરાજા સહિત જાનૈયાઓ દ્ગારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યુ છે.. વાયરલ વીડિયો કામરેજના પાલી ગામનો હોવાનું સામે આવ્યુ છે…જ્યાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ વાસિયાના પુત્રના લગ્ન હતા.. જ્યાં મોટા ગજાના નેતાઓ સહિત અનેક લોકોની હાજર હતા.. તેમ છતાં લોકોના જીવ જોખમમાં મૂકીને હવામાં ફાયરીંગ કરી રહ્યા હોવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.. જાહેરમાં ફાયરીંગ કરીને વારં વાર કાયદાનુ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે.. પોતાની શાન અને દબદબો બતાવવા બંદૂકથી એક બાદ એક ફાયરિંગ કરી સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થાય છે.. નોંધનીય છે કે, લગ્નમાં ફાયરિંગ ક્યારેક ખુશીને ગમમાં પરિવર્તિત કરે છે.. ભૂતકાળમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા છે.. જ્યાં ફાયરિંગ વખતે લોકોના મોત થયા છે.. તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી..

Tags:

Leave Comments