ક્રાઇમ એલર્ટ – 28.06.2020

June 29, 2020 275

Description

વ્યક્તિની આવક લોટા જેવડી હોય અને તેની મિલ્કત ઘડા જેવડી મળે તો.. હા આવું કંઈક બન્યુ છે અમદાવાદ ગ્રામ્યનાં કોન્સ્ટેબલનાં કેસમાં.. પોતાની આવક કરતા 129 ટકા વધુ મિલકત મળી આવી છે..  જો કે હાલમાં એસીબીએ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે..

ગુજરાતમાંથી દરરોજ એકાદ તો દુષ્કર્મની ઘટના સામે આવે જ છે.. આપણે તેને દરરોજ સમાચારનાં રૂપમાં ધ્યાનમાં લઈએ છીએ.. પણ સાથે સાથે એક સવાલ એ પણ થાય કે આખરે કેમ દરરોજ આવી ઘટના બને છે.. શું આરોપીઓને કડક સજા થતી નથી કે પછી સજાનો કોઈ ડર નથી.. આખરે શું છે કારણ..

સમય એવો આવ્યો છે કે મહેનત કરનાર માંડ  બે છેડા ભેગા કરે છે.. અને દાદાગીરી કરનાર, માંગનાર એશો આરામ ફરમાવે છે.. આવું જ કંઇક આજકાલ થઈ ગયુ છે કિન્નરોનું.. અમદાવાદનાં મોટા ભાગનાં વિસ્તારોમાં કિન્નરો જાણે કે ખંડણી કે વ્યાજ ઉઘરાવતા હોય એવી રીતે દબાણ અને જબદસ્તીથી દાપુ ઉઘરાવે છે.. જેથી અમદાવાદવાસીઓ પણ કંટાળ્યા છે.

ચર્ચાની એરણે ચઢેલો સાબરકાંઠાના રંગીન જૈન મુનિઓનો મામલો.. આ સફેદ કપડામાં રહેલા અને મનમાં વાસનાનો કીડો રાખીને ફરતા આ જૈન મુનિઓની અટકાયત કરી લેવાઈ છે અને તેની વધુ તપાસ હાથ ધરાઈ છે..

ભાવનગર જિલ્લાનાં જેસર તાલુકાનાં કાત્રોડી ગામે કરાઈ હત્યા.. એક આધેડને ઉતારાયો મોતને ઘાટ.. જો કે આ હત્યાનું રહસ્ય હજુ અકબંધ છે.. શું છે આ ઘટના.. આવો જાણીએ..

સુરત શહેરમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આંતક વધતો જાય છે સલાબતપુરા વિસ્તારમાં આવેલા માન દરવાજા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ એક યુવક પર જીવલેણ હુમલો કરી પહોંચાડી દીધો હોસ્પિટલના બિછાને.. સલાબતપુરા પોલીસે રાઇટીંગ અને હત્યાના પ્રયાસમાં પાંચ આરોપીની કરી ધરપકડ ….

જૂનાગઢનાં વિસાવદરમાં સામે આવી છે હત્યાની ઘટનાં.. એક શખ્સની કરાઈ છે હત્યા.. અને એ પણ એનાં જ મિત્રો દ્વારા.. કુલ ચાર શખ્સો છે.. જેણે આ હત્યાની ઘટનાને આપ્યો અંજામ.. શું છે આ આખી ઘટના.. આવો જોઈએ વિસ્તારથી..

Tags:

Leave Comments